33 C
Ahmedabad
Friday, May 3, 2024

જમ્મુના બુટલેગર મીંધેર સિંહેએ ટ્રકમાં 33.36 લાખનો દારૂ ભરી બરોડા નજીક બુટલેગરને ડીલેવરી આપવા મોકલ્યો : શામળાજી પોલીસે ઝડપ્યો


અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ બુટલેગરો ઘુસાડી રહ્યા છે પોલીસતંત્ર પ્રોહિબિશનની કામગરી માટે સતત દોડાદોડી કરી બુટલેગરોની ખેપ નિષ્ફળ બનાવવામાં મહદંશે સફળ રહી છે શામળાજી પોલીસે અણસોલ નજીકથી વિદેશી દારૂ ભરેલ ટ્રકમાંથી 33.36 લાખનો દારૂ ઝડપી લીધો હતો ટ્રકમાં જમ્મુના મીંધેર સિંહ નામના બુટલેગરે વિદેશી દારૂ ભરી આપી વડોદરા બોર્ડર નજીક બુટલેગરને આપવાનો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી

Advertisement

શામળાજી પીએસઆઈ ભરત ચૌહાણ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરતા શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતા ટ્રકને અટકાવી ટ્રકની તલાસી લેતા ટ્રકમાંથી અધધ વિદેશી દારૂ ભરેલી 470 પેટી મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂ-બિયર ટીન નંગ-11040 કીં.રૂ.33.36 લાખનો દારૂ જપ્ત કરી ટ્રક ડ્રાઇવર રોહીતસિંહ અશ્વિન કુમાર રાણા (રહે,મોહર-બાલાચોર,પંજાબ) ને દબોચી લઇ વિદેશી દારૂ, ટ્રક, મોબાઈલ અને રોકડ રકમ મળી 41.44 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર જમ્મુના બેરા પંથકમાં રહેતા મીંધેર સિંહ નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!