33 C
Ahmedabad
Friday, April 26, 2024

હાર્દિક પંડ્યાની વેલ્યુ ટોચ પર પહોંચી,કરોડો રૂપિયાની જાહેરાતોની ઓફરો ચાલુ થઈ


ગુજરાતી ક્રિકેટરની હવે વિશ્વમાં તેની ચર્ચાઓ થઈ રહી છે.ભારત પાકિસ્તાન વચ્ચે રમાયેલ મુકાબલામાં હાર્દિક પંડ્યાએ વિનીંગ સિક્સ મારીને ભારતને જીત અપાવી હતી.અને સાથે બોલિંગમાં પણ શ્રેષ્ઠ પ્રદશન કર્યું હતું.છેલ્લી રમાયેલ ipl ટૂર્નામેન્ટમાં ગુજરાત ટાઈટન્સ હાર્દિક પંડ્યાની કપ્તાનશીપમાં ટાઇટલ જીત્યું હતું ત્યાર બાદ સમગ્ર ક્રિકેટ જગતમાં હાર્દિક પંડ્યાની ચર્ચાઓ ચાલી હતી હવે પાકિસ્તાન સામેની મેચમાં ભારતને જીત અપાવનાર હાર્દિક પંડ્યાને જાહેરાતો માટે કરોડો રૂપિયાની ઓફરો મળવાની ચાલુ થઈ ગઇ છે.

Advertisement

હાર્દિકના બ્રાન્ડ મેનેજર તરીકે કામ કરતી એજન્સીનું કહેવું છે કે, હાર્દિકને હવે બ્રાન્ડ પ્રમોટ કરવા માટે બે કરોડ રૂપિયા પ્રતિ દિવસના હિસાબે પેમેન્ટ થઈ રહ્યું છે. દરેક બ્રાન્ડની એડ શુટ કરવા માટે બે દિવસનો સમય લાગે છે અને એ હિસાબે હાર્દિકને દરેક બ્રાન્ડ પાસેથી 4 કરોડ રૂપિયા મળી રહ્યા છે. હાર્દિક હાલમાં આઠથી દસ બ્રાન્ડને પ્રમોટ કરી રહ્યો છે અને આવનારા દિવસોમાં બીજા પાંચેક બ્રાન્ડ તે પ્રમોટ કરતો દેખાશે. હાર્દિક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ પણ બ્રાન્ડનો પ્રચાર કરવા માટે પ્રતિ પોસ્ટ 40 લાખ રૂપિયા લે છે અને તે કોહલી તેમજ રોહિત બાદ સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતો ભારતીય ક્રિકેટર બની ગયો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!