38 C
Ahmedabad
Friday, May 17, 2024

EXCLUSIVE: પોલીસ સ્ટેશનમાં યુવકે વખ ગોળ્યું : જૂનાગઢના વંથલી પોલીસ સ્ટેશન ગ્રાઉંડમાં ફિનાઈલ પી લેતા પોલીસમાં દોડધામ


મોટા કાજલિયાળા ગામના વઘેરા જયેશભાઈ સંજયભાઈ પર એક મહિનામાં ત્રણ હુમલા થયા, પોલીસ હુમલાખોરને છાવરતી હોવાનો આક્ષેપ
વંથલી પોલીસ સ્ટેશનની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા
પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી અને કર્મીઓની બદલી કરવામાં આવેની લોકમાંગ પ્રબળ બની

Advertisement

કરણસિંહ પરમાર-જૂનાગઢ
વંથલી તાલુકાના મોટા કાજલિયાળા ગામના વઘેરા જયેશભાઈ સંજયભાઈ નામના યુવક પર એક મહિનામાં ત્રણ વાર હુમલા થતા 4 હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવી હતી તેમ છતાં વંથલી પોલીસે હુમલાખોરો સામે કોઈ કાર્યવાહી નહીં કરી હોવાના આક્ષેપ સાથે ન્યાયની કલેકટર, એસ. પી. અને સ્થાનિક પોલીસને લેખિત રજૂઆત કરી ઈચ્છા મૃત્યુની માગ કરી હતી જયેશ વઘેરાએ વંથલી પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડ ન્યાય નહીં મળતા લાગી આવતા ફિનાઈલ ઘટઘટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા પોલીસ કર્મચારીઓ દોડી આવી યુવકને સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો.

Advertisement

મોટા કાજલીયાળા ગામના વઘેરા જયેશભાઈ સંજયભાઈ પર હુમલાખોરોએ ત્રણ વાર હુમલો કરતા વંથલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાવ્યા પછી બે હુમલાખોરોના નામ જાણ થતા પોલીસ સ્ટેશન વંથલી ખાતે એફ.આઈ.આર.મા બે લોકોનું નામ લખાવવા જતા દેવાભાઇ ભારાઈ અને રાજુભાઈ બકોત્રા નામના પોલીસકર્મીએ ફરિયાદમાં નામ ઉમેરવાના બદલે આરોપીઓને છાવરતા હોવાનું લાગી આવતા કલેકટર, એસ. પી. અને સ્થાનિક પોલીસને લેખિત રજૂઆત કરી ઈચ્છા મૃત્યુની માગ કરી હતી

Advertisement

જયેશ વાઘેરાને સતત જાન થી મારી નાખવાની ધમકી મળતા આખરે ગુરુવારે વંથલી પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં ફિનાઈલ ઘટઘટાવી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા પોલીસે તાબડતોડ યુવકને વધુ ફિનાઈલ પીતો અટકાવી તાબડતોડ સારવાર અર્થે દવાખાને ખસેડી દીધો હતો હાલ યુવકની સ્થિતિ સ્થિર હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!