38 C
Ahmedabad
Thursday, May 2, 2024

AAPનું મહાઅભિયાન : અરવલ્લી જીલ્લામાં ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન’ શરૂ કર્યું, શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ડોર ટુ ડોર આપના કાર્યકરો પહોંચશે


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષો તૈયારીઓ શરૂ કરી દીધી છે નેતાઓ સતત ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે આમ આદમી પાર્ટી દિલ્હી,પંજાબમાં સરકાર બનાવ્યા પછી ગુજરાતમાં વિધાનસભા ફતેહ કરવા કમરકસી છે આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલે ગુજરાતમાં ધામા નાખ્યા છે આમ આદમી પાર્ટીએ રાજ્યમાં ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન હેઠળ ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલુ કરી દીધો છે અરવલ્લી જીલ્લામાં આમ આદમી પાર્ટીને આવકાર મળતા પાર્ટીના અગ્રણીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

Advertisement

અરવલ્લી જીલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોએ ગુરુવારથી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન માટે બેઠક યોજી હતી અને ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન હેઠળ કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું ઉસ્માન લાલા અને પાર્ટીના હોદ્દેદાઓએ જણાવ્યું હતું.

Advertisement

આમ આદમી પાર્ટીના સક્રિય યોદ્ધા અને ટીંટોઈ તાલુકા પંચાયત સીટના વિજેતા સદસ્ય રાહુલ સોલંકીએ ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેન અંગે જણાવ્યું હતું કે આમ આદમીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાના માર્ગદર્શન હેઠળ અરવિંદ કેજરીવાલની એક એક ગેરંટી ઘર સુધી પહોંચાડવામાં આવશે ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેનમાં એક રજીસ્ટ્રેશન ફોર્મ હશે. જેમાં રજીસ્ટ્રેશન નંબર, વ્યક્તિનું નામ, ગામ કે વોર્ડનો નંબર, વ્યક્તિનો મોબાઇલ નંબર અને એની કઈ વિધાનસભા છે તેનું રજીસ્ટ્રેશન થશે. દરેક વ્યક્તિને અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી તરફથી ગેરંટી કાર્ડ આપવામાં આવશે. જેમાં રોજગાર ગેરંટી કાર્ડ, મહિલા ગેરંટી કાર્ડ અને વીજળી ગેરંટી કાર્ડ સામેલ હશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!