38 C
Ahmedabad
Friday, May 17, 2024

દૈવિક સોનીની મદદ માટે દાહોદ DDO નેહા કુમારી : જીલ્લાના અધિકારીઓ અને કર્મીઓને મદદ કરવા માટે અપીલ કરી


અરવલ્લી જીલ્લાના ટીંટોઈ ગામનો દૈવિક સોની નામનો 5 મહિનાનો બાળક SMA -1 નામની ગંભીર બીમારી થી પીડાઈ રહ્યો છે આ બીમારીની સારવાર માટે 16 કરોડ રૂપિયાનું ઇન્જેક્શન સંજીવની છે આ ઇન્જેક્શનનો ખર્ચ સામાન્ય તો ઠીક ધનાઢ્ય પરિવારને પણ પોસાય તેમ નથી ત્યારે દૈવિક સોનીના માતાપિતાએ લોકો સામે મદદ માટે હાથ લંબાવ્યા છે અને સોશ્યલ મીડિયા અને મીડિયા મારફતે મદદ માટે ગુહાર લગાવતા બાળકની વેદનાની સારવારની મદદ માટે દાહોદ જીલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ જીલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને ડોનેશન માટે પરિપત્ર લખી પરિવારના દુઃખમાં સહભાગી થવા અપીલ કરી છે

Advertisement

દાહોદ જીલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ જીલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને અપીલ કરતો પત્ર લખ્યો છે જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઈ ગામનો 5 મહિનાનો દૈવિક દેવાંગભાઈ સોની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે.આ બાળકને SMA -1 નામની બીમારી છે આ બીમારી માટે 16 કરોડ રૂપિયાની ઈન્જેક્શનની જરૂર હોવાથી યથાશક્તિ મુજબ ડોનેશન કરવા અપીલ કરી છે દૈવિક સોનીના પરિવારજનોએ જિલ્લા વિકાસ અધિકારીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

SMA -1 નામની બીમારી અંગે અને ઇન્જેક્શન કેમ મોંઘુ છે વાંચો
એસ.એમ. એ -1 આ બીમારી એક પ્રકારની સ્નાયુની છે. જેથી બાળક ઉભુ થઈ શક્તુ નથી. ધીરે ધીરે હલન ચલન પણ બીમારી ગ્રસ્ત બાળક બંધ કરી દેતું હોવાની સાથે સમયસર સારવાર ન મળે તો મોત પણ થવાની સંભાવના પણ રહેલી છે આ બીમારીની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતું ઇંજેક્શન વિદેશમાં મેનુફેક્ચર થતું હોવાથી બહારથી ઇન્જેક્શન મંગાવવું પડે છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!