29 C
Ahmedabad
Friday, April 26, 2024

Stock Market Opening: શેરબજારમાં મોટો ઘટાડો, Sensex 400 પોઈન્ટ તૂટ્યો, Nifty માં પણ નરમાઈ


વૈશ્વિક બજારના નબળા સંકેતો અને યુએસ માર્કેટમાં ફરી ઘટાડા વચ્ચે આજે ભારતીય સ્થાનિક શેરબજારમાં કારોબારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. આ ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે (7 સપ્ટેમ્બર) ભારતીય સ્થાનિક શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન પર ખુલ્યા હતા.

Advertisement

શરૂઆતના વેપારમાં, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ (BSE સેન્સેક્સ) આજે 407 પોઈન્ટના ઘટાડા સાથે 58,789 પર ખૂલ્યો હતો. જ્યારે NSE નિફ્ટી 136 પોઈન્ટ ઘટીને 17,519ના સ્તરે ખુલ્યો હતો. હાલમાં બજારમાં ઘટાડાનો દોર ચાલુ છે.

Advertisement

આજે બજારની સ્થિતિ
BSEમાં આજે કુલ 1,792 કંપનીઓમાં ટ્રેડિંગ શરૂ થયું હતું, જેમાંથી લગભગ 789 શૅર ખૂલ્યા હતા અને 869 ઘટ્યા હતા. જ્યારે 134 કંપનીઓના શેરના ભાવ સ્થિર છે. તે જ સમયે, 66 શેર 52 સપ્તાહના ઉચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે 12 શેર 52 સપ્તાહના નીચલા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.

Advertisement

આજે શેરોમાં અપ અને ડાઉન
આજના ચઢતા શેરોની વાત કરીએ તો કોલ ઈન્ડિયા, ટાટા કન્ઝ્યુમર્સ, શ્રી સિમેન્ટ, એચયુએલ, એચડીએફસી લાઈફ, એશિયન પેઇન્ટ્સ, નેસ્લે, એચયુએલ, પાવરગ્રીડ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસી સહિતની ઘણી કંપનીઓના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!