30 C
Ahmedabad
Wednesday, May 1, 2024

બેકારી કે મોંઘવારી ! : ભાવનગરના પાલિતાણામાં સરકારી અનાજના ગોડાઉનમાંથી ખાદ્યતેલની ચોરી


રાજ્યમાં ચોરી જેવી ઘટનાઓ સામાન્ય છે, પણ રોકડ અથવા તો ઘરેણાથી પેટ ન ભરી શકાય માટે હવે ખાદ્યતેલની ચોરીની ઘટના ઘટી રહી હોય તેવું લાગે છે. પાલિતાણામાં સરકારી ગોડાઉનમાંથી ખાદ્ય ચીજવસ્તુઓની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગરના પાલિતાણામાં સરકારી ગોડાઉનમાંથી ખાદ્યતેલની ચોરી થઇ છે, જેમાંથી અંદાજે 270 જેટલા ખાદ્યતેલના ડબ્બાઓની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છs. ગરીબોનું સસ્તુ અના સરકારી ગોડાનઉનમાં રાખવામાં આવે છે જ્યાંથી મધ્યાહન ભોજનના 270 જેટલા ખાદ્યતેલના ડબ્બાઓની ચોરી કરીને લૂંટારૂઓ પલાયન થઇ ગયા છે. આ સાથે જ 60 જેટલી તુવેરદાળની થેલીઓ મળીને અંદાજે 9 લાખના મુદ્દામાલની ચોરી થતાં પોલિસે તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થાતં પાલિતાણા ટાઉન પોલિસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો કોણ અને કેવી રીતે લઇ ગયો તે દિશામાં તપાસનો ધમધમાટ તેજ થયો છે.

Advertisement

લોકચર્ચાએ એ પણ જોર પકડ્યું છે કે, હવે તસ્કરોને પણ મોંઘવારી નડી રહી હોય તેવું લાગે છે અને વ્યંગ કરતા જોવા મળ્યા હતા. ત્યારે આ સમગ્ર ચોરીની ઘટનાને અંજામ કોણે આપ્યો તે પણ સવાલો ઉઠી રહ્યા છે અને તે દિશામાં પોલિસ તપાસ તેજ બની છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!