ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્યના અલગ અલગ સરકારી વિભાગો દ્વારા પોતાના પડતર પ્રશ્નોની માગને લઈને આંદોલન શરૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે જુની પેન્શન યોજના સહિતની 15 જેટલી પડતર માંગણીઓને લઈ રાજયના શિક્ષકો અને સંયુક્ત કર્મચારીઓએ આંદોલન ઉગ્ર બનાવ્યું છે જીલ્લા કક્ષાએ રેલી યોજ્યા બાદ સરકારને ભીંસમાં લેવા સમગ્ર રાજ્યમાં ઝોન કક્ષાએ રેલી યોજી હતી અમદાવાદ ઝોનની રેલીમાં અરવલ્લી જીલ્લાના શિક્ષકો અને સરકારી કર્મચારીઓ જોડાયા હતા અમદાવાદમાં કલેકટર કચેરીથી થોડે દૂર રોડ પર ઉતરેલ શિક્ષકોને અટકાવવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની માગ સાથે રવિવારે અરવલ્લી સહીત અમદાવાદ ઝોનમાં સમાવિષ્ઠ જીલ્લાના શિક્ષકો અને કર્મચારીઓ અમદાવાદમાં એકત્ર થયા હતા અને ઝોન રેલીમાં જોડાયા હતા.
રેલીમાં શિક્ષકો અને સરકારી કર્મચારીઓએ ન્યાયની માંગ સાથે સુત્રોચ્ચાર કરી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્રણ વખત સરકાર સાથે બેઠક કરી છતાં કોઈ ઉકેલ ન આવતા અમદાવાદમમાં ઉગ્ર વિરોધ કરવાની ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારી કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને સરકારનો વિરોધ કરી રહ્યા છે. અમદાવાદમાં ગુજરાત રાજ્ય પ્રથમિક શિક્ષક સંઘ અને સંયુક્ત મોરચા દ્વારા આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ ઝોન કક્ષાની રેલીમાં ભાગ લેતા પહેલા મોડાસા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ઓફિસમાં પ્રાથમીક શિક્ષક સંઘના જીલ્લા અને તાલુકા કક્ષાના હોદ્દેદારો, શિક્ષકો અને સરકારી કર્મચારીઓ એકઠા થયા હતા જેમાં ભીલોડા તાલુકા પ્રમુખ જગદીશ ખરાડી,ધનસુરા થી પંકજ પટેલ, કૌશિક પટેલ, ક્રિષ્ના પટેલ મેઘરજ પ્રમુખ શ્રી બાબુલાલ ડામોર,જીગ્નેશ ગોર , ચિરાગ પટેલ બાયડ થી કેતન પટેલ,કેતન પંચાલ અને માલપુર થી પ્રમુખ યશવંત પટેલ હાજર રહ્યા હતા. તેમજ માધ્યમિક વિભાગ માંથી નીતિન પટેલ સાયરા અને પ્રકાશભાઈ સુતરીયા ,મહિલા મોરચામા જીનંતબેન ચડી,ભાવનાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા.અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ હસમુખ પટેલ, મંત્રી આશિષ પટેલ,વરૂણ પટેલ તેમજ મોડાસા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ માંથી પરેશ પટેલ,ભાવેશ પટેલ,કીરીટ પટેલ,પ્રકાશ વણકર અને અન્ય કેડરનાં તમામ કર્મચારીઓએ ચા-નાસ્તો કરી રેલી સ્થળે પહોંચવા રણનીતિ બનાવી અમદાવાદ ઇનકમ ટેક્ષ સર્કલ પહોંચી કલેકટર કચેરી સુધીની રેલીમાં ભાગ લીધો હતો