ગુજરાત મિશન 2022 અંતર્ગત દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે, અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા પ્રદેશના નેતાઓએ સ્વાગત કર્યું હતું. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, આપની સરકાર આવશે તો ભ્રષ્ટાચાર મુક્ત સાશન ગુજરાતમાં જોવા મળશે. ત્રણ દિવસની ગુજરાતની મુલાકાત દરમિયાન અલગ અલગ કાર્યક્રમો અને લોકો સાથે સીધા સંવાદના કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવનાર છે
તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા વધી છે.ગુજરાતની જનતાને અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, રાજ્યમાંથી ભ્રષ્ટાચારને જડમૂડથી દૂર કરશે અને કોઇપણ અધિકારી કે મંત્રી ભ્રષ્ટાચાર ન કરે તે માટે આપની સરકાર કટિબદ્ધ રહેશે. એટલું જ નહીં સરકારી કચેરીઓમાં કોઇપણ પ્રકારની લાંચ વિના અરજદારોનું કામ થાય તે માટે આપ ની સરકાર કામ કરશે. આ સાથે જ જે લોકોએ ભ્રષ્ટાચારમાં લિપ્ત થયેલા લોકો છે, પેપર લીકમાં સંડોવાયેલા કેસની પણ નિષ્પક્ષ તપાસ કરાશે.