35 C
Ahmedabad
Friday, April 26, 2024

AAP કાર્યાલય પર પોલિસના દરોડાને લઇને ટ્વીટર વોર, પોલિસની સ્પષ્ટતા વચ્ચે ગોપાલ ઈટાલિયાના સવાલો


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી પ્રચાર પ્રસારમાં લાગી ગઇ છે, 11 સપ્ટેમ્બરના રોજ અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસની મુલાકાતે ગુજરાત આવી ગયા છે ત્યારે આ પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે ગુજરાત પોલિસના દરોડા પડ્યા હોવાનો આક્ષેપ આપ પાર્ટીએ કર્યો હતો, જેને લઇને રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો, જોકે આ બાદ પોલિસે ટ્વીટ પર સ્પષ્ટતા કરતા ટ્વીટર વોર શરૂ થઇ ગયું હોય તેવું લાગે છે.

Advertisement

આમ આદમી પાર્ટીના કાર્યાલય પર પોલિસના દરોડા નથી પડ્યા તેવું ગુજરાત પોલિસે ટ્વીટર પરથી સ્પષ્ટતા કરી છે, ગુજરાત પોલિસે ટ્વીટના માધ્યમથી લખ્યું કે, ગઈકાલે આમ આદમી પાર્ટીની ઓફિસે પોલીસે રેડ કરી છે તેવા સમાચાર સોસીયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે. આવા પ્રકારની કોઈ પણ રેડ શહેર પોલીસે દ્વારા કરવામાં આવી નથી.

Advertisement

Advertisement

ગુજરાત પોલિસના ટ્વીટ પર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ રીપ્લાય કરતા જણાવ્યું કે, તપાસ કરનારા લોકો કોણ હતા, તેમણે ટ્વીટ કરી લખ્યું કે, ગઈકાલે આમ આદમી પાર્ટીની ડેટા ઓફિસ ઉપર પોલીસે રેઈડ કરી હતી અને આખી ઓફિસમાં તમામ કબાટ, ડ્રોઅર, કોમ્પ્યુટર, ડાયરી વગેરે ચેક કર્યા હતા. ડેટા ઓફિસ ચેક કરનાર પોલીસનું નામ પૂછતાં તેઓએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાંથી હિતેષભાઈ તેમજ પારસભાઈ અને એક અજાણ્યો વ્યક્તિ હોવાનું જણાવ્યું હતું.

Advertisement

Advertisement

પોલિસના આમ આદમી પાર્ટીના કાર્યાલય પર દરોડાને લઇને હવે રાજકારણમાં ગરમાવો આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટી જણાવી રહી છે કે, આપ ને કારણે ભાજપ ડરી ગઇ છે. રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે, જે પહેલા પોલિસના દરોડાથી હડકંપ મચી જવા પામ્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!