27 C
Ahmedabad
Saturday, April 27, 2024

અરવલ્લી :SOG પોલીસે ડીપમાં એક્ટીવામાં નશાનો કારોબાર કરતા મોડાસાના બે શખ્સોને દબોચ્યા, 62 હજારનો ગાંજો જપ્ત કર્યો


મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં ગાંજો,ચરસના લતે અનેક યુવાધન બરબાદીની ગર્તામાં ધકેલાઈ રહ્યું છે જિલ્લા એલસીબી પોલીસે ડીપ વિસ્તારમાંથી ગણપતિ દાદાના મંદિર નજીક એક્ટિવામાં ગાંજાની હેરાફેરી કરતા મોડાસાના બે પેડલરને 6.269 કિલોગ્રામ ગાંજા અને 72 હજારથી વધુની રોકડ રકમ સાથે દબોચી લઇ ગાંજાના કારોબારમાં સંડોવાયેલ 4 અન્ય શખ્શોને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

અરવલ્લી જીલ્લા એસઓજી પીઆઈ જી.કે.વહુનીયા અને તેમની ટીમે મોડાસા શહેરના ડીપ વિસ્તારમાં બાતમીના આધારે એક્ટિવામાં ગાંજાની હેરાફેરી કરનાર દિનેશ મોહન પુરોહિત અને ઘનશ્યામ રાજુસિંહ પુરોહિતને અટકાવી તલાસી લેતા એક્ટિવા પર પ્લાસ્ટિકની થેલી માંથી 6.269 કિલોગ્રામ ગાંજા સાથે રોકડ રકમ અને મોબાઇલ તેમજ એક્ટિવા મળી કુલ રૂ.165900/- નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ નશાના કારોબારમાં સંડોવાયેલ ચાર શખ્સો સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

એસઓજી પોલીસે ઝડપેલ મોડાસાના બે આરોપી અને હેરાફેરીમાં સંડોવયેલ બે કોણ કોણ
1)દિનેશ મોહન પુરોહિત (રહે,દેવભૂમિ સોસાયટી-મોડાસા)
2)ઘનશ્યામ રાજુસિંહ પુરોહિત (રહે,માણેકબાગ સોસાયટી-મોડાસા)
3)જીતુ હીરા ચૌધરી (રહે,ધવા,જોધપુર-રાજસ્થાન)
4)રાહુલ ગોધારી (રહે,ધવા, બિશ્નોઇ કી ધાની, જોધપુર-રાજસ્થાન)
5)બિલાલ (રહે,મોડાસા)
6)પ્રાંતિજનો શખ્સ

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!