30 C
Ahmedabad
Friday, April 26, 2024

છોટાઉદેપુર: ચૂંટણીમાં શિક્ષણનો મુદ્દો ચર્ચાઓ વચ્ચે શાળાઓની સ્થિતિ દયનિય, સંખેડાના પરવેટામાં ઓરડા જર્જરિત


અલ્કેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર
આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં શિક્ષણ અને આરોગ્યના મુદ્દાઓ પર ચર્ચાઓ ચાલી રહી છે, પણ હજુ શાળાઓની સ્થિતિ દયનિય બની છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની શાળાઓ 90 વર્ષ જુની છે પણ હજુ સમારકામ હાથ ધરવાની અધિકારીઓ તસ્દી નથી લેતા.

Advertisement

સંખેડા તાલુકાના પરવેટા ગામે 90 વર્ષ જૂની પ્રાથમિક શાળાના ઓરડા જર્જરીત છે અને ઓરડામાં વરસાદી પાણી ટપકે છે અને કંપાઉન્ડ વોલ પણ તૂટી જાય તે સ્થિતિમાં છે જિલ્લા પંચાયત પ્રમુખ નો મત વિસ્તાર છે જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યને ગ્રામજનો એ વારંવાર રજૂઆત કરી છે પરંતુ શાળા ના ઓરડા નવા મંજૂર થતા નથી

Advertisement

સંખેડા તાલુકાનું છેવાડા નુ ગામ પરવેટા છે જ્યાં એક થી પાંચ ધોરણની પ્રાથમિક શાળા આવેલી છે જેમાં 35 જેટલા બાળકો અભ્યાસ કરે છે અને બે શિક્ષકો ફરજ બજાવે છે શાળામાં ત્રણ ઓરડા છે તે જર્જરિત છે જયારે પ્રાથમિક શાળા 1929 માં બનેલી છે હાલ બાળકો જે ઓરડામાં બેસાડવામાં આવે છે તે ઓરડા જર્જરિત છે જેમાં પંખો પણ લગાવી શકાય તે સ્થિતિમાં નથી જ્યારે ચોમાસાના સમયમાં ક્લાસ રૂમમાં પાણી ટપકે છે શૌચાલય તૂટેલી હાલતમાં છે વોટર કુલરની પણ કોઈ સુવિધા નથી જ્યારે અમુક બાળકો ને શાળાએ પહોંચવા માટે સારો રસ્તો પણ નથી શાળાના આચાર્યના જણાવ્યા મુજબ શાળા જર્જરિત હોવાથી બાળકોને જીવ ના જોખમે અભ્યાસ કરાવીએ છીએ અમે જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યને પણ રજૂઆત કરી છે જ્યારે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન વિકાસની વાતો કરે છે પરંતુ તેઓના જ મત વિસ્તારમાં શાળાઓ નવી બનાવતા નથી જિલ્લા પ્રમુખે તેમના જ મત વિસ્તારના નાના બાળકો ની ચિંતા કરીને વહેલી તકે આ શાળા મંજૂર કરાવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

Advertisement

ચૌહાણ ઇલાબેનબેન સ્થાનિક રહેવાસી ના જણાવ્યા મુજબ શાળાના રૂમ માં વરસાદી પાણી ટપકે છે જેનાથી બાળકોને શાળાના રૂમ માં બેસાડવામાં તકલીફ પડે છે જ્યારે કંપાઉન્ડવોલ ગમે ત્યારે તૂટી જાય તેવી સ્થિતિમાં છે અનેક વખત અમે રજૂઆત કરી છે પરંતુ અમારી રજૂઆતો સાંભળવામાં આવતી નથી અમારા બાળકો શાળામાં ભણે છે પરંતુ અમારા બાળકોને જીવના જોખમે શાળામાં મોકલીએ છીએ કોઈ ઘટના બનશે તો જવાબદારી કોની ?

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!