30 C
Ahmedabad
Friday, April 26, 2024

સ્માર્ટ ટીવી માર્કેટમાં Zebronics ની એન્ટ્રી, 4K રિઝોલ્યુશન સાથે 55 ઇંચનું TV થયું લોન્ચ


ઓડિયો અને એસેસરીઝ બ્રાન્ડ Zebronics સ્માર્ટ ટીવી માર્કેટમાં પ્રવેશી છે. Zebronics એ તેનું પહેલું ટીવી 55 ઇંચની સાઇઝમાં રજૂ કર્યું છે. WebOS Zebronics TV સાથે આપવામાં આવ્યું છે, જેમાં Dolby Audio, ThinQ AI જેવા ફીચર્સ ઇનબિલ્ટ એલેક્સા સાથે આપવામાં આવ્યા છે. Zebronics TV સાથે બેઝલલેસ ડિઝાઇન ઉપલબ્ધ છે. આ સિવાય Zebronicsના આ ટીવીમાં 4K UHD રિઝોલ્યુશન પણ મળશે. Zebronics TV સાથે HDR-10/HLG સપોર્ટ પણ ઉપલબ્ધ રહેશે. આ ટીવી સાથે 20W સ્પીકર આપવામાં આવ્યું છે.

Advertisement

Zebronics TV ZEB-55W2માં LGનું ThinQ AI છે જે ટીવી જોવાના અનુભવને વધારે છે. તમે ThinQ એપ દ્વારા પણ આ ટીવીને ઓપરેટ કરી શકશો. ટીવી સાથે આવતા રિમોટમાં વોઈસ કમાન્ડ ઉપલબ્ધ થશે. આ ટીવીમાં યુટ્યુબ, નેટફ્લિક્સ, પ્રાઇમ વિડિયો જેવી એપ્સ પ્રી-ઇન્સ્ટોલ ઉપલબ્ધ હશે. ટીવીમાં કનેક્ટિવિટી માટે HDMI, USB પોર્ટ, ઓપ્ટિકલ પોર્ટ અને ડ્યુઅલ-બેન્ડ Wi-Fi માટે સપોર્ટ ઉપલબ્ધ હશે.

Advertisement

Zebronicsએ 55 ઇંચ સિવાય 32-ઇંચનું ટીવી રજૂ કર્યું છે પરંતુ કિંમત વિશે કોઈ માહિતી આપી નથી. Zebronics TV ZEB-55W2ની કિંમત 44,999 રૂપિયા છે અને કંપનીની વેબસાઇટ દ્વારા વેચવામાં આવી રહી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!