37 C
Ahmedabad
Friday, April 26, 2024

માનવ કંકાલ પર મંડરાતું રહસ્યું, 10 દિવસ પહેલા વાત્રક પંથકમાંથી એક વ્યક્તિ ગુમ થયાન ફરિયાદ, DNA સેમ્પલ લેવાશે


અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી લાશ મળી આવવાની ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે બાયડ નજીકથી વધુ એક લાશ મળી આવતા પોલિસે તપાસ હાથ ધરી છે. બાયડ નજીક વાત્રક ગામે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા તાત્કાલિક પોલિસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો મેળવ્યો હતો.

Advertisement

બાયડના વાત્રક પાસે આવેલ કોલેજના પાછળના ભાગે આવેલ જાડી જાખરામાં કોઈ પુરૂષની લાશ હોવાની જાણ આસપાસના લોકોને થતા પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે આવીને જોયું તો બહુ દિવસનો કહોવાયેલ મૃતદેહ હતો. મૃતદેહની હાલત એટલી હદે ખરાબ હતી કે, પ્લાસ્ટિકના મોટા ઝબલામાં ભરી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. ત્યારે બાયડ પોલીસે મૃતદેહ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

બાયડના વાત્રક પંથકમાંથી જાડી ઝાંખરામાંથી મળી આવેલ મૃતદેહને લઇને પોલિસે તપાસ હાથ ધરી છે, અને આ મામલે પેનલ પીએમ પણ કરવામાં આવનાર છે. આ બાબતે પોલિસે ગંભીરતા દાખવી તપાસનો દમધમાટ તેજ કર્યો છે.

Advertisement

10 દિવસ પહેલા એક વ્યક્તિ ગુમ થયાની ફરિયાદ
બાયડ તાલુકાના વાત્રક પંથકમાંથી એક વ્યક્તિ ગુમ થયાની ફરિયાદ બાયડ પોલિસ મથકે મળી હતી, ત્યારે વાત્રકમાંથી મળી આવેલ મૃતદેહને લઇને ફરિયાદી સહિતના લોકોને તપાસ માટે બોલાવાયા હતા જોકે પરિવારજનોએ લાશની ઓળખ કરી નથી, ત્યારે આ સમગ્ર મામલે DNA સેમ્પલ લઇને તપાસ કરવામાં આવશે.

Advertisement

FSL ટીમ ઘટનાસ્થળે પહોંચશે
વાત્રક નજીક કોલેજ પાછળના વિસ્તારમાંથી મળી આવેલ મૃતદહેને લઇને એફ.એસ.એલ. ટીમ ઘટનાસ્થળની મુલાકાત લેશે અને તપાસ કરશે. કોહવાયેલ હાલતમાં મળી આવેલ મૃતદેહ મામલે પેનલ પીએમ કરવાની પણ પોલિસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી રહી હોવાનું સ્થાનિક બીટ જમાદારે જણાવ્યું હતું.

Advertisement

અરવલ્લી જિલ્લામાંથી લાશ મળવાના સિલસિલા વચ્ચે રૂવાડા ઊભા કરી દે તેવી હાલતમાં લાશ મળી આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે, આ લાશ કેવી રીતે પહોંચી અને શું હત્યા કરી દેવામાં આવી છે કે, પછી અન્યત્ર જગ્યાએથી અહીં ફેંકી દેવાઈ છે. અનેક સવાલો વચ્ચે પોલિસ, એફ.એસ.એલ. સહિતની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!