33 C
Ahmedabad
Friday, April 26, 2024

પંચમહાલ: શહેરા તાલુકાના ઉજડા ગામના પીએચડીના અભ્યાસી દિપકકુમાર પરમારને બેસ્ટ રિસર્ચ સ્કોલર એવોર્ડથી સન્માનિત


પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ઉજડાના ગામના વતની અને હાલમા વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર વિષયમાં પી.એચ.ડીનો અભ્યાસ કરનારા યુવાન દિપક કુમાર.વી.પરમારને રિસર્ચ સ્કૉલર એવોર્ડ મળ્યો છે. શ્રી બદલાવ નેશનલ એનજીઓ દ્વારા ઉદયપુર મુકામે “વર્તમાન સમયમાં વૃદ્ધ વ્યક્તિઓ પ્રત્યેની સામાજિક જવાબદારી” વિષય પર બે દિવસીય નેશનલ કોન્ફરન્સનું આયોજન થયું હતું. તેનો પ્રારંભ ડૉ. રાજેન્દ્રચંદ્ર કુમાવતજીને વૃદ્ધ વ્યક્તિઓના પ્રત્યે સામાજિક જવાબદારીઓ વિશે વ્યાખ્યાન આપીને કર્યો હતો. તેમાં ભારતમાંથી અનેક યુવા સંશોધકો, પ્રોફેસરો, એનજીઓના કાર્યકરો, બુધ્ધિજીવીઓ અને સમાજ સેવકો સહભાગી થયા હતા. આ એનજીઓ દર વર્ષે જુદા જુદા વિભાગોમાં પીએચ. ડી. કરતાં વિદ્યાર્થીઓને બેસ્ટ રિસર્ચ સ્કૉલર એવોર્ડ એનાયત કરે છે. આ બેસ્ટ રિસર્ચ સ્કૉલર એવોર્ડમાટે સમગ્ર ભારતમાંથી બાયોડેટા મંગાવે છે. તેમાં એવોર્ડની પસંદગી માટે ત્રણ માપદંડો હોય છે.આ કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના, સમાજશાસ્ત્ર વિભાગમાં પીએચ. ડી. કરતાં વિદ્યાર્થી દિપકકુમાર વી. પરમારને“બેસ્ટ રિસર્ચ સ્કૉલર એવોર્ડ” બદલાવ નેશનલ એનજીઓના પ્રમુખ ડૉ.શ્રી રામ આર્ય અને સેક્રેટરી શ્રી ડૉ. શ્રુતિ ટંડન હસ્તે એનાયત થયો હતો.

Advertisement

શિક્ષણ ક્ષેત્રે દિપક પરમાર નોંધપાત્ર કામગીરી કરી રહ્યા છે. તેમના ૦૩શોધ લેખો પ્રકાશિત થયા છે. ૧૦સંશોધન પેપરો નેશનલ સેમિનાર અને કોન્ફરન્સોમાં રજૂ કર્યા છે. તેમણે૨ વર્કશોપ પણપૂર્ણ કર્યા છે. દિપક પરમારે પંચમહાલ જીલ્લા સહિત શહેરા તાલુકાનુ તેમજ સરદાર પટેલ યુનિવર્સિટીનું તેમજ સમાજશાસ્ત્ર વિભાગનું ગુજરાત સ્તરે ગૌરવ વધાર્યુ છે.તેમના મિત્ર વર્તુળ તરફથી અભિનંદન પાઠવામાં આવી રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!