31 C
Ahmedabad
Wednesday, May 8, 2024

અરવલ્લી: સરપંચોને પગાર અને પેન્શન આપવા સંદર્ભે ભિલોડા તાલુકા સરપંચ એસોસિએશનએ મામલતદારને આવેદનપત્ર


ચૂંટાયેલા સરપંચોને પગાર અને પેન્શન આપવા સંદર્ભે ભિલોડા તાલુકા સરપંચ એસોસિએશન ધ્વારા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર સંજયભાઈ પટેલને આવેદનપત્ર અપાયું હતું.

Advertisement

ભિલોડા તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ વિનોદભાઈ બરંડા,મંત્રી રાજેશકુમાર અસારી,ઉપ પ્રમુખ રાહુલભાઈ ગામેતી, ઓગષ્ટીનાબેન અશ્વિનકુમાર કલાસવા,સહમંત્રી પ્રદિપસિંહ ચંપાવત,સુમિતાબેન ડામોર,ખજાનચી મુકેશભાઈ તબિયાડ સહિત સરપંચો અને આગેવાનોએ સર્વાનુમતે ચર્ચા – વિચારણાઓ કરી ચૂંટાયેલા સરપંચોને વિકાસલક્ષી કામકાજ માટે ગ્રામ પંચાયત કક્ષાએ ભિલોડા,જીલ્લા અને રાજ્ય કક્ષાએ અવર-જવર કરવી પડતી હોય તેમજ રાજ્ય સરકારના સરકારી કાર્યક્રમ હાજર રહેતા હોય ત્યારે અત્રે ઉલ્લેખનિય છે કે,સરપંચોનો સમય,નાણાંનો વ્યય થતો હોય છે.સરપંચો ગ્રામ્ય વિસ્તારોમાં આધાર સ્થંભ રાહે કામકાજ સંભાળતા હોય ત્યારે આજદિન સુધી કોઈ પણ સરકારે સરપંચોની ખાસ નોંધ લીધી નથી તેમજ ભારત દેશના અન્ય રાજ્યોમાં ગ્રામ પંચાયતોના સરપંચોને પગાર અને પેન્શનના લાભો લાગુ કરેલ છે.સરપંચોની વેદના સંદર્ભે આવેદનપત્ર સ્વરૂપે લેખિતમાં જણાવ્યું કે,સાંસદ સભ્યો,ધારાસભ્યોને પગાર,પેન્શન સાથે – સાથે ભથ્થાઓનો લાભ મળતો હોય ત્યારે ગ્રામ પંચાયતના સરપંચોને આજદિન સુધી અન્યાય થયેલ છે.સરપંચોને ન્યાય અપાવવા બળવત્તર માંગ ઉદ્ભવી છે.સરપંચોને પગાર અને પેન્શન મળે તે સંદર્ભે મુખ્ય મંત્રીને સંબોધી આવેદનપત્ર મામલતદાર કચેરીમાં અપાયું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!