28 C
Ahmedabad
Friday, April 26, 2024

સાબરકાંઠા જિલ્લા જેલમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓએ પડતર માંગણીઓને લઈને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું


ગૃહ વિભાગ દ્વારા જાહેર સુરક્ષા પ્રોસ્તાહન પેકેજમાંથી જિલ્લા જેલના કર્મીઓને બાકાત કરવાના મુદ્દાઓ સહિતની રજૂઆતો કરી.

Advertisement

રાજ્યના તમામ કર્મચારીઓ હવે સરકાર સામે આંદોલનના મંડળ માંડ્યા છે ત્યારે આજરોજ સાબરકાંઠા જિલ્લા કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓની રજૂઆત લઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને તેઓની જે રજૂઆતો છે જેવી કે ગ્રેડપેની માંગ કરી રહેલા પોલીસ કર્મીઓને ગુજરાત રાજ્ય ગૃહ વિભાગે જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજ તો આપી દીધું, જોકે આ તમામમાંથી જિલ્લા જેલમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને બાકાત રાખવામાં આવ્યા છે. ત્યારે આ માંગણી સહિત અન્ય પોતાના પ્રશ્નોને લઈને આજે સાબરકાંઠા જિલ્લા જેલ પોલીસ કર્મીઓએ એકઠા થઈ સાબરકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમને માંગ કરી હતી કે સરકારે જાહેર કરેલા 500 કરોડના જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજમાં તેમનો સમાવેશ કરવામાં, સાથે સાથે ત્રણ ત્રણ વર્ષે તેમની જે બદલી થાય છે તે બાબતને પણ ફેરવિચારણા કરવા સહિતના મુદ્દાઓને લઈને તેઓએ કલેકટર કચેરી પહોંચી રજૂઆત કરી હતી.સરકાર જો તેમની આ રજૂઆતો પ્રત્યે ધ્યાન નહીં આપે તો આગામી 28 તારીખે તેઓએ માસ સી.એલ પર જવાની ચીમકી પણ આપી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!