31 C
Ahmedabad
Saturday, April 27, 2024

અરવલ્લી : બાયડના જૂની વાસણી ગામે કપાસમાં 4 ફૂટનો મગર આવી પહોંચતા લોકોમાં ફફડાટ


અરવલ્લીઃબાયડ તાલુકાના જૂની વાસણી ગામે કપાસના ખેતરમાં ચાર(4) ફૂટનો મગર જણાતાં વન વિભાગ અને વગડો ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરક્ષિત રેસ્ક્યુ કરી કુદરતી નિવાસસ્થાને છોડી દેવામાં આવ્યો

Advertisement

આજરોજ સવારે 8 કલાકે બાયડ તાલુકાના આંબલિયારા નજીક જૂની વાસણી ગામના ખેડૂત અર્પિતભાઈ મુકેશભાઈ પટેલના કપાસના ખેતરમાં મગરે દેખા દેતાં વાત વાયુવેગે પંથકમાં પ્રસરી જતાં લોકોમાં લોકો ખેતરમાં એકઠા થઈ ગયા હતા

Advertisement

જાગૃત ગ્રામજનો દ્વારા વન વિભાગ અને “વગડો ચેરીટેબલ ટ્રસ્ટ – બાદરપુરા” ને જાણ કરતાં તાબડતોડ ઘટના સ્થળે પહોંચી, સંસ્થાના કાર્યકરો દ્વારા ચાર(4) ફૂટ ના મગરને ચાર કલાકની ભારે જહેમત બાદ સુરક્ષિત રીતે પકડવામાં આવ્યો હતો. વન્યજીવો બચાવવા (રક્ષણ) કરવા અંગેની માહિતી આપવામાં આવી હતી, મગરને સલામત રીતે વનવિભાગને સાથે રાખીને તેના કુદરતી નિવાસસ્થાને છોડવામાં આવ્યો હતો. આ તમામ કામગીરીને સરપંચ તથા ગ્રામજનો દ્વારા બિરદાવામાં આવી હતી

Advertisement

માઝુમ નદીમાં મગરોનો વસવાટ ઘણા વર્ષોથી છે અને હાલ પણ મગરોનું અસ્તિત્વ આ નદીઓના કારણે જીવીત છે. મગર ને તેનું અસ્તિતવ ટકાવી રાખવા નદીઓ ખૂબ જ સલામત અને સુરક્ષિત રહેઠાણ છે. મગરના વસવાટ ને કારણે આસપાસના વિસ્તારોમાં ખેતી કરતા ખેડૂતો ને મોટો ફાયદો થાય છે, મગરના વસવાટ ને કારણે તે વિસ્તારના તૃણાહારી પ્રાણીઓની સંખ્યા પર સરળતાથી નિયંત્રણ મેળવી શકાય છે . તૃણાહારી પ્રાણીઓ એટલે ઘાસ ખાનારા પ્રાણીઓ જેમકે નિલગાય, ભૂંડ, શાહુડી,સસલા જે ખેતરના પાકને નુકશાન પહોંચાડે છે, તેવા તૃણાહારી પ્રાણીઓને મગર શિકાર કરીને પોતાનો આહાર બનાવે છે, માટે “મગર એ ખેડૂતનો મિત્ર છે”.તેવી જ રીતે યુગો યુગોથી ખોડીયાર માતાજીના પ્રિય વાહન તરીકે આપણે જોઈએ છીએ અને તેની પૂજા પણ કરીએ છીએ. બાયડ તાલુકામાં મગર દ્વારા મનુષ્ય ઉપર હુમલો કર્યો હોય તેવો એકપણ બનાવ બનેલ નથી.

Advertisement

“મગર દુશ્મન નથી પણ પાડોશી છે, જે માણસોથી પહેલા પૃથ્વી પર આવ્યા છે અને જેની સાથે આપણે શાંતિપૂર્વક રહીએ.”

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!