24 C
Ahmedabad
Thursday, May 2, 2024

પંજાબના 17માં મુખ્યમંત્રી ભગવંત માન: કૉમેડિયનથી પંજાબના CM બનવાની સફર


ભગવંત માને પંજાબના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા છે. શહીદ ભગત સિંહના ગામ ખટકરકલામાં આયોજિત એક ભવ્ય સમારંભમાં રાજ્યના ગવર્નર બનવારીલાલ પુરોહિતે તેમણે શપથ લેવડાવ્યા છે. શપથ લેવાની સાથે જ તે રાજ્યના 17માં મુખ્મમંત્રી બની ગયા છે. એક કૉમેડિયનના રૂપમાં પોતાની સફર શરૂ કરનારા ભગવંત માનના મુખ્યમંત્રી બનવાની સફર રસપ્રદ રહી છે.

Advertisement

ભગવંત માનનો જન્મ જાટ શિખ પરિવારમાં 17 ઓક્ટોબર 1973માં પંજાબના સંગરૂર જિલ્લાના સતોજ ગામમાં થયો હતો, તેમણે સુનામના શહીદ ઉધમ સિંહ ગવર્મેન્ટ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યુ છે.

Advertisement

ભગવંત માન રાજનીતિમાં આવ્યા પહેલા કૉમેડી પરફોર્મર હતા. યૂથ કોમેડી ફેસ્ટિવલ અને ઇન્ટર કોલેજ કોમેડી કોમ્પિટીશનમાં તે કોમેડી ટેલેન્જને બતાવી ચુક્યા છે. જાણીતા શો ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં તે પોતાની કોમેડીથી લોકોને પ્રભાવિત કરી ચુક્યા છે.

Advertisement

વર્ષ 2011માં ભગવંત માને પીપુલ્સ પાર્ટી ઓફ પંજાબ સાથે જોડાઇને રાજકીય સફર શરૂ કરી હતી. 2012માં તે લેહરા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમણે હારનો સામનો કરવો પડ્યો. વર્ષ 2014માં તેમણે આમ આદમી પાર્ટી જોઇન કરી હતી અને જલ્દી અરવિંદ કેજરીવાલના વિશ્વાસુ સહયોગી બની ગયા હતા.

Advertisement

કોમિક આર્ટિસ્ટથી રાજનીતિમાં શિફ્ટ થવાના સવાલ પર ભગવંત માને તાજેતરમાં કહ્યુ હતુ, કોમેડી એક ગંભીર બિઝનેસ છે અને મારી કોમેડી માત્ર હસાવવા માટે નહતી પણ આ વિચારવા પર મજબૂર કરે છે.

Advertisement

વર્ષ 2017માં તે આમ આદમી પાર્ટીની ટિકિટ પર જલાલાબાદ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. વર્ષ 2018માં અરવિંદ કેજરીવાલના માનહાનિ મામલે અકાલી નેતા બિક્રમ સિંહ મજેઠિયાની માફી માંગવાથી નારાજ થઇને માને રાજીનામુ આપ્યુ હતુ અને પછી તે ફરી પાર્ટી સાથે જોડાયા હતા.

Advertisement

ભગવંત માનને આજે આપનો પંજાબનો મુખ્ય ચહેરો માનવામાં આવે છે, તે બે વખત સંગરૂર લોકસભા બેઠક પરથી સાંસદ ચૂંટાયા છે. શહીદે આઝમ ભગત સિંહને ભગવંત માન પોતાનો આદર્શ માને છે. કેટલીક વખત તે પીળા રંગની પાઘડી પહેરતા પણ જોવા મળ્યા છે. તે જાહેરાત કરી ચુક્યા છે કે પંજાબમાં આપની સરકાર બનવા પર સરકારી કાર્યાલયમાં મુખ્યમંત્રી જ નહી પણ ભગત સિંહ અને બાબા સાહેબ આંબેડકરની તસવીર લગાવવામાં આવશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!