33 C
Ahmedabad
Friday, April 26, 2024

અરવલ્લી: મોડાસાના ભામાશા હોલ ખાતે ભૂલકા મેળાનું આયોજન, જિલ્લા કલેક્ટરને TLMનું નિરીક્ષણ કર્યું


અરવલ્લી આઈ.સી.ડી.એસ શાખા જિલ્લા પંચાયત અરવલ્લી દ્વારા ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર ર્ડો. નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને આયોજિત આ ભૂલકા મેળામાં જિલ્લાના  બાળકોએ જુદી-જુદી પ્રવૃતિઓમાં ભાગ લીધો હતો.આયોજિત ભૂલકા મેળામાં જિલ્લાના બાળકોએ ખુબ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Advertisement

Advertisement

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ર્ડો. નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું કે,જિલ્લામાં ઘણા મેળા થાય છે પણ આવો સુંદર મેળો પ્રથમવાર જોવા મળ્યો.બાળકોના સર્વાંગી વિકાસમાં વાલીઓની સાથે સાથે આંગણાવાડી કાર્યકરોનો ખુબ મહત્વનો ફાળો છે. આવા કાર્યક્રમો અવાર-નવાર કરવા જોઈએ જેથી બાળકોની સર્જાત્મકતા ખીલી ઉઠે અને તેઓને વિવિધ પ્રવૃતિઓ માટે પ્રોત્સાહન મળી રહે. 3 થી 6 વર્ષના બાળકોએ આજે જે પ્રવૃતિઓ કરી છે તે ખરેખર બિરદાવવા લાયક છે. બાળકોના ભાષા વિકાસ અને સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કાર્યકરો દ્વારા બાળકોનો પાયો મજબુત બનાવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં બાળકોની સાથે તેમના વાલીઓ પણ હાજર રહ્યા હતા અને પોતાના બાળકોની આવી પ્રવૃતિઓ જોઈને તેઓ ખુબ પ્રભાવિત થયા હતા. બાળકોએ વિવિધ પ્રવૃતિઓ જેવી કે, બાળ ગીત, પપેટ શો, ઉખાણા, બાળવાર્તા, સર્જનાત્મક પ્રવૃત્તિઓ તેમજ પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત જુદી-જુદી થીમ પર પ્રદર્શન ગોઠવ્યુ હતું. આજના આ કાર્યક્રમ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ભૂલકાઓમાં રહેલી સર્જનાત્મક શક્તિઓને બહાર લાવવાનો હતો.

Advertisement

આજ રોજ આયોજિત ભૂલકા મેળામાં જિલ્લા વિકાસ અધિકારી કમલ શાહ, નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર, જિલ્લા પ્રોગ્રામઓફિસર,તથા જિલ્લાના તમામ સી.ડી.પી.ઓ અને વિવિધ મહાનુભાવો તેમજ બાળકો અને વાલીઓ હાજર રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!