અરવલ્લી જીલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલે ધામા નાખી બાતમીદારો સક્રિય કરી એક મહિનાની અંદર ત્રીજી રેડ કરી વિદેશી દારૂની હેરાફેરીને ઝડપી પાડી છે મોડાસા તાલુકાના દાવલી નજીક રૂરલ પોલીસના નાક નીચે ચાલતા દારૂના કટીંગનો પર્દાફાશ કરતા જીલ્લા પોલીસતંત્રમાં હડકંપ મચ્યો છે સ્ટેટ મોનેટરીંગના દરોડા પડતા જીલ્લા પોલીસતંત્ર દોડતું થયું છે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 બુટલેગરો માટે સિલ્કરૂટ તરીકે જાણીતો છે.અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર સ્ટેટ મોનેટરીંગ સેલના દરોડા પછી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા હોફળી-ફોફળી બની છે શામળાજી પોલીસ જીલ્લામાં સ્ટેટ મોનેટરીંગ સેલના દરોડા પછી ઉંઘ ઉડતી હોય તેમ સતત ત્રીજી વાર ગણતરીના કલાકોમાં રતનપુર ચેકપોસ્ટ પરથી વિવિધ વાહનો મારફતે ઘુસાડાતા દારૂને ઝડપી પાડતા શામળાજી પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો પેદા થયા છે રતનપુર ચેકપોસ્ટ પરથી દરરોજ મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠાલવવાની ગતિવિધી તેજ બની હોવાની ગંધ સ્ટેટ મોનેટરીંગ સેલને થતા આંટાફેરા વધી ગયા છે.
શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક અણસોલ ગામની સીમમાંથી બાતમીના આધારે રાજસ્થાન તરફથી વિદેશી દારૂ ભરેલી કારને ઝડપી પાડી કારની ડેકી નીચે બનાવેલ ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-151 કીં.રૂ.82220/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક બુટલેગર યશપાલસિંહ ગોવિંદસિંહ વાઘેલા( રહે, તાલુકા પંચાયત ક્વાટર, ભચાઉ,કચ્છ) ને દબોચી લઇ વિદેશી દારૂ,મોબાઈલ, કાર મળી રૂ.2.87 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કારમાં વિદેશી દારૂ ભરી અપાનાર ઝાંઝરીના ઠેકા વાળા હિતેશ કલાલ અને રૂપેશ કલાલ નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
ઇત્તેફાક..!! સ્ટેટ મોનેટરીંગ સેલ અરવલ્લીમાં ત્રાટકેને ગણતરીના કલાકોમાં શામળાજી પોલીસ વાહનમાંથી દારૂ ઝડપે,151 બોટલ દારૂ જપ્ત
Advertisement
Advertisement