26 C
Ahmedabad
Saturday, April 13, 2024

GujaratElection2022: પંજાબના CM ભગવંત માનની બારડોલી, કામરેજ અને ઓલપાડમાં રેલી, કહ્યું, પરિવર્તનનો સમય આવી ગયો


અમદાવાદ/સુરત/ગુજરાત

Advertisement

ગુજરાતમાં આમ આદમી પાર્ટી આજે એટલી મજબૂત બની છે કે, જો આજે ચૂંટણી થાય તો આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં 36% વોટ મળશે અને ગત ચૂંટણીમાં 49% વોટને બદલે ભાજપને 38% વોટ મળશે. આના પરથી સ્પષ્ટ થાય છે કે આ વખતે ગુજરાતમાં ભાજપ સત્તા પરથી દૂર થવા જઈ રહી છે. આ કામને આખરી ઓપ આપવા માટે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકરો દિવસ-રાત કામ કરી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન એ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સતત મોટી સભાઓ અને રોડ શો કરી રહ્યા છે. આજે ભગવંત માન એ બારડોલી, કામરેજ અને ઓલપાડમાં રોડ શો કર્યો હતો. ભગવંત માન ના તમામ કાર્યક્રમોની જેમ આ તમામ રોડ શોમાં પણ હજારો લોકોએ ભાગ લીધો હતો.

Advertisement

ગુજરાતની જનતાએ પરિવર્તન માટે નિર્ણય લઇ લીધો છેઃ ભગવંત માન
પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માન એ રોડ શોમાં દરમિયાન હજારો લોકોને સંબોધતા કહ્યું કે, આ રોડ શો આસપાસના જેટલા પણ ઘરો છે, એ ઘરોની બારીઓથી, છત અને બાલ્કનીથી લોકો અમારા પર ફૂલોની વર્ષા કરી રહ્યા છે. એનો અર્થ સ્પષ્ટ કે ગુજરાતની જનતાએ પરિવર્તન માટે નિર્ણય લઇ લીધો છે. દેશનાં અને ગુજરાતની જનતા પાસે સતત બીજા લોકો ‘અચ્છે દિન’ નું વચન આપી રહ્યા હતા, ‘અચ્છે દિન’ ની તો ખબર નથી, પરંતુ ગુજરાતમાં 8મી ડિસેમ્બરથી ‘સચ્ચે દિન’ ચોક્કસ આવવાના છે. આમ આદમી પાર્ટી સામાન્ય લોકોની પાર્ટી છે અને એટલા જ માટે અમે લોકોના મનની વાત જાણીએ છીએ. હું એક સામાન્ય પરિવારમાંથી આવતો માણસ છું. મારા પરિવારમાંથી કોઈ સરપંચ પણ નહોતું બન્યું, પરંતુ આજે હું મુખ્યમંત્રી બની ગયો છું. આ માત્ર આમ આદમી પાર્ટીમાં જ આ શક્ય બની શકે છે.

Advertisement

એકવાર અમને મોકો આપ્યા પછી જનતા ક્યારેય બીજા કોઇને મોકો આપતી જ નથી: ભગવંત માન
પંજાબના કેટલાક લોકો માનતા હતા કે, તેમને કોઈ નહીં હરાવી શકે. પરંતુ તે બધા મોટા-મોટા લોકોને સામાન્ય લોકો એ હરાવ્યા. બાદલ, કેપ્ટન, મજીઠિયા, સિદ્ધુ આ બધા હારી ગયા, આ બધાને અમે નહીં પરંતુ લોકોએ ઘરે બેસાડી દીધા. અમે તો માત્ર એક મોકો માંગ્યો હતો. એકવાર અમને મોકો આપ્યા બાદ, જનતા ક્યારેય બીજાને મોકો આપતી જ નથી. કોંગ્રેસ 1885માં બની હતી અને આમ આદમી પાર્ટી 2013માં બની હતી. આજે દિલ્હીમાં તેમની એક પણ સીટ નથી. 2015માં પણ તેમની પાસે એક પણ સીટ નહોતી.

Advertisement

ગુજરાતમાં 2015 પછી એવું કોઇ પેપર નથી જે ફૂટ્યું ન હોયઃ ભગવંત માન
ગુજરાતમાં 2015 પછી એવું કોઈ પેપર જ નથી કે જે ફૂટ્યું ન હોય. આનાથી યુવાનોના દિલ તૂટી જાય છે. ગુજરાતનો છોકરો મને મળ્યો હતો, તે મારી સામે રડવા લાગ્યો હતો. તેણે કહ્યું કે, તે અડધી રાત સુધી અભ્યાસ કરતો હતો અને સવારે 4-5 વાગ્યે જાગી જતો હતો, પરંતુ પેપર ફુટી ગયું. એ છોકરાએ કહ્યું કે તેને લાગતુ હતુ કે પુસ્તક તેનું જીવન બદલી નાખશે. પરંતુ દિવસ-રાત અભ્યાસ કર્યા બાદ પણ પેપર ફૂટવાના કારણે તે ખૂબ જ નિરાશ થઇ ગયો હતો. આજે ગુજરાતમાં દરેક વિભાગ આંદોલન કરી રહ્યો છે. અમે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરી દીધી છે. ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ નથી કારણ કે અહીંના લોકોને કાયમી નોકરી પર રાખતા જ નથી. જ્યાં જુઓ ત્યાં સરકારી કચેરીઓમાં લોકોને કોન્ટ્રાક્ટમાં કામ આપવામાં આવે છે. મેં સાંભળ્યું છે કે ગુજરાતમાં પોલીસને પણ કોન્ટ્રાક્ટ પર કામ આપવામાં આવે છે. તેમને કોઈપણ સમયે કામમાંથી નિકાળી દે છે.

Advertisement

જનતા નથી વેચાતી, માત્ર નેતાઓ વેચાય છે, જેવી રીતે કોંગ્રેસ પાર્ટીનાં નેતાઓ વેચાઈ જાય છેઃ ભગવંત માન
બીજી પાર્ટીવાળાઓને લાગે છે કે તે લોકો પૈસા આપીને જનતાના વોટ ખરીદી લેશે. પરંતુ હું તેમને યાદ અપાવી દઉં કે જનતા નથી વેચાતી, માત્ર નેતાઓ વેચાય છે, જેવી રીતે કોંગ્રેસ પાર્ટીનાં નેતાઓ વેચાઈ જાય છે. ગુજરાતમાં જ્યારે કોઈને પૂછવામાં આવે કે આ વખતે ગુજરાતમાં શું જોઈએ છે? તો સૌ કહે છે કે આ વખતે માત્ર પરિવર્તન જોઈએ છે અને પરિવર્તનનો અર્થ છે આમ આદમી પાર્ટી. બીજી પાર્ટીઓને વોટ આપવો એ વોટની બરબાદી છે. અન્ય પાર્ટી તમારા વોટનો સોદો કરે છે. આજે આપણી પાસે જે મતદાર કાર્ડ છે તે આપણા દેશની આઝાદી માટે લડનારા શહીદોના કારણે મળ્યું છે. વોટનો સોદો કરવાનો અર્થ એ શહીદોનું અપમાન છે. આ વખતે મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની જનતા તેમનો વોટ માત્ર આમ આદમી પાર્ટીને જ આપશે અને આ ચૂંટણીને ઐતિહાસિક ચૂંટણી બનાવ.

Advertisement

અમે દિલ્હી અને પંજાબમાં ઝાડૂ વડે કાદવ સાફ કર્યો, જેથી કમળ ઉગે જ નહીં: ભગવંત માન
અમે સર્વેમાં નથી આવતા, અમે સીધા સરકારમાં આવીએ છીએ. પંજાબમાં સરકાર બનશે તેવું કોઈ સર્વેમાં દર્શાવાયું ન હતું. દિલ્હીમાં 67 સીટો આવશે એવું કોઈ સરકારે બતાવ્યું નથી. અહંકારી નેતાઓને હું કહેવા માંગુ છું કે જ્યારે જનતા ઈચ્છે છે ત્યારે નેતા અર્શ પર અને જ્યારે જનતા ઈચ્છે છે ત્યારે નેતા ફર્શ પર હોય છે. ભાજપ સાથે તમને 27 વર્ષ થઇ ગયા છે, પરંતુ પહેલા તમારી પાસે વિકલ્પ નહોતો, પરંતુ હવે આમ આદમી પાર્ટીનો વિકલ્પ છે. દર વર્ષે ઝાડ પણ પાન બદલે છે, હવે તમે પણ બદલો. મને એક પત્રકારે પૂછ્યું કે તમે દિલ્હી અને પંજાબમાં ભાજપને કેવી રીતે હરાવ્યું? અમે દિલ્હી અને પંજાબમાં ઝાડૂ વડે કાદવ સાફ કર્યો, જેથી કમળ ઉગે જ નહીં.

Advertisement

જ્યારે તમે મતદાન કરવા જાઓ અને ઝાડૂૂનું બટન દબાવો તો સમજવું કે આજે મેં રાજકીય ગંદકી સાફ કરી દીધી છેઃ ભગવંત માન
રોડ શોમાં ભીડ એકઠી કરવા માટે લોકોને પૈસા આપવા પડે છે, પરંતુ તમે અમારું સારું શિક્ષણ, સારી હોસ્પિટલ, ખેડૂતોને MSP, આ બધાના નામ પર અહીંયા આવ્યા છો, જરૂર અમે પાછલા જન્મમાં સારા પુણ્ય કર્યા હશે, આ માટે હું તમારો આભારી છું. ગુજરાતની જનતાનો આ પ્રેમ હું ક્યારેય નહીં ભૂલી શકું. હું એક પ્રત્યક્ષદર્શી છું કે મેં 7 મહિના પહેલા જોયું છે કે, જ્યારે લોકો આ રીતે ઘરની બહાર આવે છે, ત્યારે તેઓ પંજાબની જેમ સરકારને તોડે છે. પંજાબમાં આમ આદમી પાર્ટીને 117માંથી 92 બેઠકો મળી અને 92માંથી 82 ધારાસભ્ય એવા છે જે સામાન્ય ઘરમાંથી આવ્યા છે અને પહેલીવાર ધારાસભ્ય બન્યા છે, હું પણ તેમાંથી એક છું. અરવિંદ કેજરીવાલજીએ સામાન્ય ઘરના દીકરાને મુખ્યમંત્રી બનાવ્યો. શું બીજેપીના લોકો તમને ક્યારેય કોઈ પોસ્ટ પર બેસાડશે? અહીંયા તો તેમના સંબંધીઓ પુરા થતા જ નથી. સામાન્ય ઘરના દીકરા-દીકરીઓ પણ ખુરશી પર બેસી શકે છે, પહેલા કોઈ વિકલ્પ નહોતો પણ હવે આમ આદમી પાર્ટીના રૂપમાં વિકલ્પ છે. 5મીએ વોટ આપવા જાવ અને ઝાડૂનું બટન દબાવો તો સમજી લેજો કે આજે મેં રાજકીય ગંદકી સાફ કરી દીધી છે.

Advertisement

27 વર્ષથી પીડિત જનતા જાગી જાય છે અને પછી 27 વર્ષનો હિસાબ 27 મિનિટમાં કરી દે છે: ભગવંત માન
હું એક સ્કૂલ ટીચરનો દિકરો છું. મને ખબર નહોતી કે હું ક્યારેય મુખ્યમંત્રી બની શકીશ. હું વ્યવસાયે પ્રખ્યાત કલાકાર હતો. આમ તો મારે કોઇ જરૂર નહોતી, આ મોટા લોકોની સામે પડવાની. પરંતુ હું દેશ માટે આ બધું કરી રહ્યો છું. બીજી પાર્ટીવાળા સારું કામ નથી કરતા, પરંતુ આપણે આવી રીતે જ ઘરમાં બેસીને તેમને જોઈ શકતા નથી. એટલા માટે જ રાજનીતિમાં આવવું પડ્યું. ખરાબ લોકો ત્યાં સુધી ખરાબ રહે છે, જ્યાં સુધી સારા લોકો તેમની વિરુદ્ધ ઉભા ન થાય, જાગે નહીં. થોડા વર્ષો સુધી જનતા શાંતિથી બેસી શકે છે, ધીરજ રાખી શકે છે અને દિલ પર પથ્થર મૂકીને જીવી શકે છે. પરંતુ 27 વર્ષથી પીડિત જનતા જાગી જાય છે અને પછી 27 વર્ષનો હિસાબ 27 મિનિટમાં કરી દે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!