વિધાનસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થાય તે માટે અરવલ્લી જીલ્લા SP સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા કમર કસી છે મોડાસા રૂરલ પોલીસે છેલ્લા કેટલાક સમયથી નાસતા-ફરતા રાજસ્થાની બુટલેગરને પેલેટ હોટલ પાસેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુન્હાનો રાજસ્થાનના ભુવાલી ગામનો શાંતિલાલ કમજી ડામોર નામનો આરોપી મોડાસા શહેરની મેઘરજ બાયપાસ ચોકડી નજીક પેલેટ હોટલ પાસે આવવાનો હોવાની બાતમીના આધારે પોલીસે પેલેટ હોટલ નજીક વોચ ગોઠવી શાંતિલાલ ડામોર આવતા પોલીસે કોર્ડન કરી દબોચી લેતા ત્રણ વર્ષથી પોલીસને ખો આપતા બુટલેગરના મોતિયા મરી ગયા હતા મોડાસા રૂરલ પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી