મોડાસાનાં વોલ્વા પાસેની ખાતે માઝૂમ જળાશયની મુખ્ય કેનાલમાં છેલ્લા ઘણા સમયથી લીકેજ સર્જાયું છે.જ્યારે જ્યારે પિયત માટે પાણી છોડવામાં છે ત્યારે ખેતરો માં પાણી ભરાઈ જાય છે. આના કારણે ચારે બાજુ જાણે પાણીના નાના મોટા ખાબોચીયા ભરાઈ ગયા હતા. નોંધનીય છે કે અણધારી રીતે આમ નાના મોટા અનેક લીકેજ ના કારણે પાણી વેડફાયું તો ખરું પરંતુ હવે ખેડૂતોના પાકને પણ મોટું નુકસાન પહોંચવાની સંભાવના રહેલી હોય એમ લાગી રહ્યું છે.મુખ્ય કેનાલમાં લીકેજ સર્જાતા પિયત માટે છોડાયેલું પાણી ખેતરોમાં વહેવા લાગ્યું હતું જેનાં કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા.
તંત્ર ને વારંવાર રજુઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નહોતાં જેનાં કારણે ખેતર માલિક અને ગ્રામજનો માં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. છેલ્લાં ઘણાં સમયથી કેનાલ નું સમયસર સમારકામ અને સાફ સફાઈ માટેનાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી તેવા આક્ષેપો પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં આ પ્રમાણે પાણીનો પ્રવાહ અચાનક ધસી આવતા ખેડૂતોમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. કારણ કે આનાથી પાકને નુકસાન પહોંચવાની સાથે ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે છે.