29 C
Ahmedabad
Friday, April 26, 2024

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક: રાજ્યભરના પરીક્ષાર્થીઓમાં રોષ, વારંવાર પેપર લીક પર ક્યારે લાગશે રોક?


રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટ્યાની ઘટના સામે આવી છે. 29 જાન્યુઆરી રવિવારના રોજ યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતાં પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ પરીક્ષાનું પ્રશ્નપત્ર એક વ્યક્તિ પાસેથી મળી આવતા, શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરાઇ છે. પેપર મોકૂફ લેવાનો નિર્ણય લેવાતા આખરે 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરાશે.

Advertisement

પેપર લીક થયાના સમાચારા વાયુવેગે પ્રસરતા સમગ્ર રાજ્યના પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. રાજ્યના અલગ જિલ્લાઓમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલા પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપ્યા વિના ઘરે પરત ફરવાનો વારા આવ્યો હતો. છાશવારે પેપર લીકની ઘટનાઓથી હવે સવાલ એ થાય છે કે, આના પર રોક ક્યારે લાગશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!