24 C
Ahmedabad
Thursday, May 2, 2024

સુખોઈ અને મિરાજ ફાઈટર ટકરાયા, બે પાઈલટ સુરક્ષિત, એક શહીદ


મધ્યપ્રદેશના મુરેનામાં સુખોઈ-30 અને મિરાજ 2000 એરક્રાફ્ટ એકબીજા સાથે અથડાયાની ઘટનામાં એક પાયલટ શહીદ થયા છે જ્યારે 2 પાયલને ઈજાઓ પહોંચી છે.સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ બંને વિમાનોએ ગ્વાલિયર એરબેઝ પરથી ઉડાન ભરી હતી, ત્યારે મધ્યપ્રદેશના મોરેના પાસે ક્રેશ થયા હતા, બે વિમાનમાંથી એક મધ્યપ્રદેશના મોરેના જિલ્લામાં અને બીજું રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં પડ્યું હતું.

Advertisement

પ્રશાસને કહ્યું કે અકસ્માતમાં ઘાયલ થયેલા બંને પાયલટોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ભરતપુરના પિંગોરા ગામમાં પડેલા મિરાજના પાયલોટનું મોત થયું છે.

Advertisement

સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે, “એક સુખોઈ-30 અને મિરાજ 2000 એરક્રાફ્ટ મધ્ય પ્રદેશના મોરેના પાસે ક્રેશ થયા છે. શોધ અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.” IAFએ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.

Advertisement

મોરેના એસપીએ જણાવ્યું હતું કે, “બે જેટ – મિરાજ અને સુખોઈ – સવારે ગ્વાલિયરથી ઉડાન ભરી હતી. ભારતીય વાયુસેના અનુસાર, એક વિમાનમાં બે પાઈલટ હતા, જ્યારે બીજામાં એક હતો. 2ને સુરક્ષિત રીતે બચાવી લેવાયા, ત્રીજાના શરીરના અંગો મળી આવ્યા.

Advertisement

IAFએ પોતાના નિવેદનમાં કહ્યું કે, “ભારતીય વાયુસેનાના બે ફાઇટર એરક્રાફ્ટ આજે સવારે ગ્વાલિયર પાસે ક્રેશ થયા હતા. વિમાન નિયમિત તાલીમ મિશન પર હતું. તેમાં સામેલ 3 પાઇલોટમાંથી એકે જીવ ગુમાવ્યો છે. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.”

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!