32 C
Ahmedabad
Tuesday, May 14, 2024

સાબરકાંઠા : હિંમતનગર ખાતે 6 વર્ષ પછી ગ્રેઇન સીડ્સ મરચંટ એસો.ની જનરલ સભા મળી, કારોબારીની વરણી


હિમતનગરમાં કોરોનાને લઈને છ વર્ષ બાદ સાબરકાંઠા ગ્રેઇન સીડ્સ મરચંટ એસોસિએશન જનરલ સભા યોજાઈ હતી, જેમાં ત્રણ વર્ષ માટે પ્રમુખ સહિતના કારોબારીની સર્વાનુમતે વરણી કરાઈ હતી, આ સાથે જ વેપારીઓને પડતી મુશ્કેલીઓ સંભાળવામાં આવી હતી.

Advertisement

Advertisement

માર્કેટ યાર્ડમાં કે જ્યાં વેપારીઓને ખેડૂત પાસેથી માલ ખરીદી અને ત્યારબાદ પડતી સમસ્યાઓની રજૂઆતોને સરકાર સુધી પહોચાડી નિરાકરણ લાવવા માટે મધ્યસ્થી સાબરકાંઠા ગ્રેઇન સીડ્સ મરચંટ એસોસીએશનની કોરોનાને લઈને ત્રણ વર્ષે મળતી જનરલ સભા છ વર્ષ બાદ મળી હતી, જેમાં સાબરકાંઠા અને અરવલ્લીના 16 માર્કેટ યાર્ડના 350 થી વધુ સભ્યોની ઉપસ્થિતિમાં હિમતનગરના ઉમિયાધામમાં મળી હતી. આ જનરલ સભામાં વેપારીઓ પડતી પોતાની મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી અને તેના નિરાકરણ માટે ફેડરેશનના હોદ્દેદારોએ માટેની ચર્ચા પણ કરી હતી. આ સાથે જ  વેપારીઓને GST અને ઈનવોઈસ અંગે નિષ્ણાંત અધિકારીએ માર્ગદર્શન આપ્યું હતું. હિમતનગર માર્કેટ યાર્ડના યજમાન પદે યોજાયેલી જનરલ સભામાં ત્રણ વર્ષ માટે નવીન કારોબારી સાથે પ્રમુખ,ઉપ પ્રમુખ.મંત્રી સહિતના હોદ્દેદારોની સર્વાનુમતે નિમણુક કરી હતી, તો અગામી તારણ વર્ષ માટે સાબરકાંઠા ગ્રેઇન સીડ્સ મરચંટ એસોસીએશનના પ્રમુખ તરીકે તલોદના વેપારી કિરીટભાઈ મહેતાની નિમણૂક કરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!