30 C
Ahmedabad
Friday, April 26, 2024

Infosys માં મોટી છટણી, ટેસ્ટમાં નાપાસ થયેલા 600 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા…!!


ભારતની દિગ્ગજ આઈટી કંપની ઈન્ફોસિસે તેના મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીએ ઇન્ટરનલ ફ્રેશર એસેસમેન્ટ ટેસ્ટ લીધી હતી. આ ટેસ્ટમાં નાપાસ થયેલા લગભગ 600 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.

Advertisement

બધા ફ્રેશર્સ બરતરફ
મળતી માહિતી મુજબ આ તમામ કર્મચારીઓ ફ્રેશર છે. તે કંપનીમાં લેવામાં આવતી એક પ્રકારની એસેસમેન્ટ ટેસ્ટ હતી. જેમાં નોન પરફોર્મિંગ કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. જો કે કંપનીએ આ અંગે કંઈ કહ્યું નથી.

Advertisement

ઈન્ફોસીસ ભારતીય બહુરાષ્ટ્રીય માહિતી ટેકનોલોજી કંપની
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બરતરફ કરાયેલા કેટલાક કર્મચારીઓ ઓગસ્ટ 2022માં જ જોડાયા હતા. કંપનીએ તેને છ મહિનામાં જ નોકરીમાંથી કાઢી મૂક્યો. તમને જણાવી દઈએ કે ઈન્ફોસિસ એક ભારતીય બહુરાષ્ટ્રીય ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની છે. તે બિઝનેસ કન્સલ્ટન્સી, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને આઉટસોર્સિંગ જેવી સેવાઓ પૂરી પાડે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!