33 C
Ahmedabad
Friday, April 26, 2024

વધુ એકવાર 108 દેવદૂત બની : એમ્બ્યુલન્સમાં પ્રસૂતાની ડિલીવરી, જાણો સમગ્ર ઘટનાક્રમ,બાળક-પ્રસૂતાનો કેવી રીતે EMTએબચાવ્યો જીવ


બાળકના ગળે ગર્ભનાળ વીંટળાઈ જતા ઈએમટી પ્રમોદભાઈએ સફળતા પૂર્વક ગળામાંથી દૂર કરી નવજાત શિશુને બચાવી લીધું

Advertisement

નવાં ઈક્વિપમેન્ટ્સથી સજ્જ 108 એમ્બ્યુલન્સ સેવા પ્રસૂતા મહિલાઓ માટે દેવદૂત સમાન બની છે. રખે ને પ્રસુતિ માટે હોસ્પિટલે જતી વેળાએ જ કોઈ મહિલાને લેબર પેઈન થાય તો સ્થળ પર જ ડિલિવરી આ નવી 108માં આસાનીથી થઈ શકે છે મોડાસા તાલુકાના ગાજણ ગામના પરિવાર માટે આશીર્વાદ રૂપ સાબિત થઇ છે જેમાં એક પ્રસૂતાની હાલત ખરાબ થતા EMT એ રસ્તા પર જ એમ્બ્યુલન્સ રોકી આ મહિલાની સફળ ડિલેવરી કરાવી હતી. અને બાદમાં માતા-પુત્રીને નજીકના દવાખાને ખસેડાયા હતા જ્યાં હાલ બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે

Advertisement

મોડાસા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સના ઈએમટી પ્રમોદભાઈ અને પાયલોટ અંકિતભાઈને ગાજણ ગામમાં મનીષાબેન નામની મહિલાને પ્રસૂતાની પીડા ઉપાડતા કોલ મળતા તાબડતોડ ગાજણ ગામે પહોંચી પ્રસુતાને એમ્બ્યુલન્સમાં દવાખાને ખસેડતા રસ્તામાં પ્રસુતાને અસહ્ય પીડા થતા રોડ સાઈડ એમ્બ્યુલન્સ ઉભી રાખી મહિલાને તપાસતા બાળકના ગળામાં ગર્ભનાળ વીંટળાઈ જતા નવજાત શિશુને જીવનું જોખમ જણાતા બાળકના ગળે વીંટળાયેલ ગર્ભનાળ ભારે જહેમત બાદ દૂર કરી નોર્મલ ડીલેવરી કરાવી બંનેને સ્થળ પર 108ના ઈઆરસીસી તબીબની સલાહ મુજબ સારવાર આપી બંનેને દધાલિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની મદદથી માતા અને બાળક બંને સંપૂર્ણ સ્વસ્થ હોવાથી પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ઇએમટી પ્રમોદભાઈ અને પાયલોટ અંકિતભાઈનો પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!