30 C
Ahmedabad
Friday, April 26, 2024

અરવલ્લી : ભિલોડાની ચિબોડા – ખુમાપુર હાઈસ્કૂલમાં ચતુર્થવિધ કાર્યક્રમ દબદબાભેર રીત યોજાયો


શ્રી આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટ ધ્વારા સંચાલિત શ્રીમતી બી.જે.તન્ના ગૃપ વિધાલય,ચિબોડા – ખુમાપુર હાઈસ્કૂલમાં ચતુર્થવિધ કાર્યક્રમ દબદબાભેર રીતે યોજાયો હતો.જે.ડી.પટેલ (સિ.ક્લાર્ક) , એસ.એસ.તબિયાડ (મ.શિ) નો વય નિવૃત્તિ સન્માન સમારંભ , એચ.એચ.સી , એસ.એસ.સી ના તેજસ્વી તારલાઓનો ઈનામ વિતરણ અને ચાલુ વર્ષે અભ્યાસ કરતા ધોરણ – 10 ના વિધાર્થીઓનો શુભેચ્છા સમારંભ , ધોરણ – ૧12 ના વિધાર્થીઓ વિદાય સમારંભ તેમજ વાર્ષિકોત્સવ નું વિશેષ આયોજન કરાયું હતું.

Advertisement

સમારંભ અધ્યક્ષ પી.સી.બરંડા (ધારાસભ્ય) , ઉદ્ધાટક અર્ચનાબેન પટેલ (જીલ્લા શિક્ષણાધિકારી) , દશરથભાઈ (એ.ઈ.આઈ) , ઝેડ.વી.પટેલ (મામલતદાર) , એચ.પી.ગરાસીયા (પી.આઈ) , નરસિંહભાઈ ડામોર (એલ.આઈ.સી, મેનેજર,ભિલોડા) , કેળવણી મંડળના પ્રમુખ , મંત્રી , ગ્રામજનોની ઉપસ્થિતિ દરમિયાન ચતુર્થવિધ કાર્યક્રમ ઉલ્લાસભેર યોજાયો હતો.આચાર્ય એન.ડી.પટેલએ મહેમાનો નું સ્વાગત પ્રવચન દરમિયાન પરિચય કરાવ્યો હતો.હાઈસ્કૂલ નો અહેવાલ રજુ કર્યો હતો.વય નિવૃત્ત બન્ને કર્મચારી નું દિધાઁયું , સ્વસ્થ જીવનની શુભકામનાઓ પાઠવી હતી.વાર્ષિકોત્સવમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન દરમિયાન ૫૦ થી વધુ વિધાર્થીઓએ ભાગ લીધો હતો.માર્ચ – ૨૦૨૨ ના પ્રથમ , દ્વિતીય , તૃતીય ક્રમ મેળવનાર વિધાર્થીઓને શિલ્ડ અર્પણ કર્યા હતા.ધારાસભ્યએ હાઈસ્કૂલની જરૂરિયાત મુજબની મદદ કરવાની ખાતરી આપી હતી.સૌ મહેમાનોએ વિધાર્થીઓ ઉત્તમ પરિણામ લાવે હાઈસ્કૂલ,ગામ નું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન એસ.કે.પ્રજાપતિએ કર્યું હતું.હાઈસ્કુલના શિક્ષકોએ ચતુર્થવિધ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!