38 C
Ahmedabad
Friday, May 17, 2024

આજે વિશ્વ જળ દિન, પાણીની રઝળપાટ કરતા લોકોની વેદના સમજો અને મેરા ગુજરાતની અપીલ, આવો સાથે મળી પાણી બચાવીએ


વિશ્વ જળ દિન દર વર્ષે 22 માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમ જ જળને વેડફાતું અટકાવવાનો છે. વર્તમાન સમયમાં જળસમસ્યા દિનબદિન વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે. જળસમસ્યાઓમાં અછત અથવા દુકાળ, પૂરને કારણે લીલો દુકાળ, પાણીની વહેંચણીમાં થતા વિવાદ, પાણીમાં અશુધ્ધિના કારણે થતા રોગો, વિનાશક સુનામી, જમીનનું ધોવાણ જેવા પ્રશ્નો ઉકેલ માંગી રહ્યા છે.

Advertisement

અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ લોકો પાણી માટે રઝળપાટ ટ કરવો પડે છે, દૂર દૂર સુધી માથે બેડાં મુકીને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. જિલ્લામાં નલ સે જલ યોજનાની અમલવારીમાં તંત્ર ક્યાંક નબળું સાબિત થયું હોવાનું પણ લોકો જણાવી રહ્યું છે. પાણી છે તો આપણે છીએ, જળ બચાવવા માટે મેરા ગુજરાત દ્વારા મુહિમ આગામી દિવસોમાં મુહિમ ચલાવીને તંત્રને જગાડવાનો પ્રયાસ કરીશું.

Advertisement

ભારત દેશ અને એમાં પણ ગૂજરાત રાજ્યના કચ્છ , કાઠિયાવાડ, ઉતર ગુજરાતનાં કેટલાક પ્રદેશોમાં જળસમસ્યા (અછત) વર્ષો જૂની છે.

Advertisement

આ ઉપરાંત નદી તેમ જ દરિયાકિનારાની જમીનનું ધોવાણ તેમ જ ખારાશનું પ્રમાણ વધી જવું જેવી સમસ્યાનો પણ ગૂજરાત રાજ્ય સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત નદી તેમ જ દરિયાના પાણીમાં છોડવામાં આવતા કારખાનાના ગંદા પાણી તેમ જ ગટરના ગંદા પાણીને લીધે પ્રદુષિત થતા પાણીની સમસ્યા પણ ભારત દેશમાં ઘણી મોટી છે.

Advertisement
ઇ. સ. ૧૯૯૩ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ, ૨૨ માર્ચના દિવસને વિશ્વ જળ દિન ઘોષિત કરેલ છે.
1.જાણો, કેમ મનાવવામાં આવે છે વિશ્વ જળ દિવસ
પાણી આપણા માટે એક એવો વારસો છે જેને આવનારી પેઢી માટે સંભાળીને રાખવું ખૂબ જ જરૂરી છે. પાણી વગર જીવન શક્ય નથી. કહેવાય છે કે મનુષ્ય ખાધા વગર તો રહી શકે છે પરંતુ પાણી વગર જીવત ન રહી શકે. જો કે, લોકોને આ વાત સમજમાં નથી આવતી અને તે પાણીને બચાવીને રાખવાની જગ્યાએ વ્યર્થ કરવામાં વ્યસ્ત થઇ રહ્યા છે. લોકો પાણીનું મહત્ત્વ સમજવાનું છોડી ચુક્યા છે. વિશ્વને પાણીની જરૂરત સમજાવાના હેતુથી જ વિશ્વ જળ દિવસ મનાવવાની પ્રથા શરૂ થઇ છે. ફિલોસોફર થેલ્સે કેટલાય વર્ષો પૂર્વે કહ્યુ હતુ કે પાણી જ તમામ ભૌતિક વસ્તુઓનું કારણ અને સમસ્ત પ્રાણી જીવનનો આધાર છે પરંતુ હવે લોકો આ વાતને મહત્ત્વ નથી આપી રહ્યા. આ કારણથી દર વર્ષે વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે.
2.વિશ્વ જળ દિવસની શરૂઆત
વિશ્વને પાણીની જરૂરિયાતથી જાગૃતિ કરાવવાના હેતુથી સંયુક્ત રાષ્ટ્રે વિશ્વ જળ દિવસ મનાવવાની શરૂઆત કરી હતી. વર્ષ 1992માં રિયો ડિ જેનેરિયોમાં આયોજિત પર્યાવરણ તથા વિકાસની દ્રષ્ટિથી સંયુક્ત રાષ્ટ્ર સંમેલનમાં વિશ્વ જળ દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. જેનું આયોજન પ્રથમવાર વર્ષ 1933માં 22 માર્ચે થયું હતું.
3.વિશ્વ જળ દિવસનો હેતુ
વિશ્વ જળ દિવસ મનાવવાનો હેતુ વિશ્વને જાગૃત કરવવાનો છે કે પાણી બચાવવું કેટલું જરૂરી છે, આ આપણું મૂળભૂત સંસાધન છે, તેનાથી કેટલાય કામ સંચાલિત થાય છે અને તેની અછતથી મોટાભાગની પ્રવૃત્તિઓ ઠપ થઇ શકે છે. આ હેતુનો દિવસ લોકોનું જણાવવાનો છે કે પાણી વગર તેમના અસ્તિત્ત્વ પર જોખમ આવી શકે છે.
4.કેવી રીતે મનાવવામાં આવે છે વિશ્વ જળ દિવસ?
દર વર્ષે વિશ્વ જળ દિવસના અવસરે કેટલાય પ્રકારના કાર્યક્રમોનું આયોજન થાય છે. ભાષણ, કવિતાઓ અને વાર્તાઓના માધ્યમથી લોકોને જળ સંરક્ષણ અને તેનું મહત્ત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. કેટલાત પ્રકારની તસવીરો અને પોસ્ટર શેર કરવામાં આવે છે જેનો હેતુ લોકોને પાણીની જરૂરત સમજાવવાનો હોય છે.
પાણીની અછત, પાણીનો વેડફા તેમજ પાણીને લગતી કોઇપણ સમસ્યા હોય તો તાત્કાલિક અમને meragujarat2022@gmail.com પર સંપર્ક કરો, અથવા તો અમારી વેબ સાઈટ પર લખીને મોકલો.
અમે સોસિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર છીએ, અમારી સાથે જોડાઓ,
ફેસબુક Mera Gujarat
ટ્વીટર – @MeraGujarat2022
ઇન્સાગ્રામ – @MeraGujarat2022
koo – @MeraGujarat2022
Telegram – @MeraGujarat2022
Save water…

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!