35 C
Ahmedabad
Thursday, May 2, 2024

શું વિધાનસભાની ચુંટણીને લઈને પ્રશાંત કિશોરની મદદ લેવાઇ શકે છે, ગુજરાતના કોંગ્રેસના નેતાઓની હાઈકમાંડ સાથે બેઠક


ગુજરાત કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં ધામા નાખ્યા છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં પ્રદેશ પ્રમુખ, જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા સહિતના નેતાઓની બેઠક રાહુલ ગાંધી સાથે આજે યોજવામાં આવશે. આજે તેમનો પ્રવાસનો આ બીજો દિવસ છે.

Advertisement
ખાસ કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રશાંત કિશોર સાથે પણ ચર્ચા કરવામાં આવી શકે છે પ્રશાંત કિશોરની મદદ વિધાનસભાની ચૂંટણીને લઈને લેવામાં આવી શકે છે. પરંતુ જે રીતે કોંગ્રેસના પરિણામો ચાર વિધાનસભાની ચૂંટણીને જોતા આવ્યા છે તેને લઈને પ્રશાંત કિશોરની ભૂમિકા પણ મહત્વની હતી પરંતુ સફળતા કોંગ્રેસને મળી નથી ત્યારે ગુજરાતમાં પ્રશાંત કિશોર ની રણનીતિ કેટલી સાબિત થશે તે પણ જોવાનું રહ્યું.
ખાસ કરીને ચૂંટણીલક્ષી આંદોલનાત્મક કાર્યક્રમો ને લઈને ચર્ચા કરવામાં આવશે. સામાજિક કાર્યકર્તાઓ ને પક્ષમાં જોડવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે. મહિનાના અંત સુધીમાં પ્રદેશના માળખાની જાહેરાત થઈ શકે છે. માર્ચના અંતમાં પ્રથમ તબક્કાની અને બીજા તબક્કાની જાહેરાત કોંગ્રેસ દેશભરમાં 75 વર્ષની ઉજવણી કરશે. જેમાં જગદિશ ઠાકોર પણ ઉપસ્થિત રહેશે.
કોંગ્રેસમા ત્રણ મહિના પહેલા જ વિધાનસભાની ચૂંટણી પહેલા નિયુક્ત કરવામાં આવેલા પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોર બે દિવસના દિલ્હીના પ્રવાસે છે. ગઈ કાલે બાદ આજે પણ તેઓ દિલ્હીમાં રોકાશે અને કેન્દ્ર નેતૃત્વના પદાધીકારીઓની મુલાકાત કરશે.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!