33 C
Ahmedabad
Wednesday, May 15, 2024

મોડાસામાં યુવતીએ જન્મ દિવસ કેક કાપી નહીં પણ પક્ષીઓના આશિયાના નું વિતરણ કરી ઉજવણી કરી


દરેક લોકો જન્મ દિવસ ની ઉજવણી મોટા ભાગે કેક કાપી કરતા હોય છે ત્યારે મોડાસા માં દિકરી એ અબોલ મૂંગા પક્ષીઓ ને રહેઠાણ માટે માળા અને કાળઝાળ ગરમી માંપાણી ના કુંડા નું વિતરણ કરી જન્મ દિવસ મનાવ્યો હતો. મોડાસા શહેરમાં રહેતી યશસ્વી પ્રજાપતિ એ પોતાનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું તેણે વિચાર્યું કે અત્યાર ના સમય માં દરેક લોકો જન્મ દિવસ ની ઉજવણી કેક કાપી ડાન્સ પાર્ટી કરી હોટલ માં જમવા પાછળ લાખો નો ખર્ચ કરતા હોયછે આમ પશ્ચિમી સંસ્કૃતિ અપનાવતા હોય છે ત્યારે તેના મન માં વિચાર આવ્યો કે હાલ ઉનાળા ની કાળઝાળ ગરમી છે અબોલ પક્ષીઓ કે જેઓ બળબળતા તાપ માં શેકાતા હોય છે પોતાની તરસ છીપાવવા પણ આમ થી તેમ ફરતા હોય છે ત્યારે તેણે અપક્ષીઓ માટે રહેઠાણ ના માળા અને પાણી માટે માટીના કુંડા નું વિતરણ કરી જન્મ દિવસ ઉજવવા નું નક્કી કર્યું તે મુજબ પોતાના પિતા ની મદદ થી 200 થી વધુ માટીના કુંડા અને રહેઠાણ ના માળા તૈયાર કરાવ્યા અને પોતાના જન્મ દિવસે દરેક ને ચરણ સ્પર્શ કરી એક એક માળા અને પાણી ના કુંડા નું વિતરણ કર્યું આમ એક તબીબ નો અભ્યાસ કરતી દીકરી માં પણ જીવદયા નો ભાવ જોવા મળ્યો અને અનોખી રીતે જન્મ દિવસ ઉજવ્યો હતો.

Advertisement

Advertisement

પોતાની દીકરી ની પશ્ચિમી સંસ્કૃતિ નો ત્યાગ કરવાની અને અબોલ જીવ પ્રત્યે નો અનોખો પ્રેમ જોઈ તેના પિતા માં પણ દીકરી માટે અહોભાવ પેદા થયો અને તેમણે પણ દીકરી ના અનોખા જન્મ દિવસ ઉજવણી માટે મદદરૂપ બની સમાજ માં જીવદયા પ્રત્યે અનોખો પ્રેમ દર્શાવતું અન્ય દીકરી દીકરાઓ ને પણ પ્રેરણા મળે તેમ જણાવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!