39 C
Ahmedabad
Friday, May 3, 2024

વિશ્વ જળ દિવસ પર તરસ્યાની ‘વેદના’, મોડાસા પાલિકાના વોટર ATM ને કોણે સંતાડ્યું ? તરસ લાગી છે પણ ATM જોવાતું નથી


વિશ્વ જળ દિવસની ઉજવણી 22 માર્ચના રોજ કરવામાં આવી, પણ મોડાસા શહેરમાં જળ તરસ્યા લોકોની તરસ છીપાવી ન શક્યું છે. કારણ એ છે કે, પાલિકાના અધિકારીઓની અન આવડત અને આડસથી આ શક્ય બન્યું છે. લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ વોટર એટીએમ હાલ છૂપાઈ ગયું છે. છેલ્લા ઘણાં મહિનાથી વોટર એટીએમને ઢાંકી દેવામાં આવ્યું છે કે, જાતે ચાદર ઓઢી લીધી છે, તે કહેવું મુશ્કેલ છે. વિશ્વ જળ દિવસે પણ આ વોટર એટીએમ પરથી પડદો હટાવવાની પાલિકાએ તસ્દી ન લીધી.

Advertisement

લોકોના હિત માટે અને લોકોને ઓછા દરે શુદ્ધ પાણી મળી રહે તેવા સંકલ્પ સાથે પાલિકાએ વોટર એટીએમ લાખો રૂપિયાના ખર્ચે તામ-જામ સાથે ફોટા પડાવી લોકાર્પણ કર્યું હતું, જ્યારથી લોકાર્પણ કર્યું ત્યારથી જ ચર્ચામાં રહેલ વોટર એટીએમ ફરીથી પાલિકા માટે સવાલો લઇને આવ્યું છે.જે દિવસે ઉદ્ધાટન કર્યું તે જ દિવસે તેને ગ્રહણ લાગતા બંધ થઇ ગયું હતું, હવે છેલ્લા ઘણાં સમયથી વોટર એટીએમની આસપાસ એટલા બધા હોર્ડિંગ્સ લગાવી દીધા છે કે, બિચારો તરસ્યો વ્યક્તિ જાય તો જાય ક્યાં ?

Advertisement

 

Advertisement

Advertisement

હવે લોકો સવાલ એ પૂછી રહ્યા છે કે, વોટર એટીએમ ખરેખર ચાલું છે કે, બંધ છે ? વ્યંગ તો એમ પણ થઇ રહ્યા છે કે, કદાચ બંધ હશે એટલે વોટર એટીએમ ની ફરતે હોર્ડિંગ્સ લગાવવાની મંજૂરી પાલિકાએ આપી દીધી હશે. જો વોટર એટીએમની ફરતે હોર્ડિંગ લગાવવાની મંજૂરી આપવામાં આવી હોય તો વોટર એટીએમ કેમ શાભાના ગાંઠિયા સમાન મુકી દેવાયું છે ? તરસ્યા લોકોને સસ્તા દરે શુદ્ધ અને ઠંડુ પાણી ક્યારે અને કેવી રીતે મળે તે પણ સવાલ છે.

Advertisement

હાલ ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઇ ચુકી છે, પણ પાલિકા તંત્રને લોકોની ચિંતા ક્યારે કરશે તે પણ એક સવાલ છે. કોઇપણ વ્યવસ્થા જ્યારે શરૂ કરવામાં આવે ત્યારે પહેલા ભૂતકાળ અને ભવિષ્યની ચિંતા કરવી જોઇએ. માત્ર ગ્રાન્ટ આવી અને વાપરી દેવી તે વિકાસ નથી હોતો. તેનો ઉપયોગ અને સદઉપયોગ કેટલો થાય છે તે પણ જરૂરી છે. મહિનામાં પાંચ વાર બંધ થઇ જાય અને જો ચાલું હોય તો હોર્ડિંગવાળા તાયફા કરીને આગળ પાછળ મંડપ બાંધીને જતા રહે તેનો કોઇ મતલબ રહેતો નથી. પાલિકાની જગ્યા પર કોઇ આ રીતે પાલિકાની સંપત્તિ ઢાંકવાનો પ્રયાસ કરે તે કેટલું વ્યાજબી છે, તે પણ વિચારવાનો પ્રશ્ન છે. જે લોકો હોર્ડિંગ્સ લગાવી જાય છે, તેમની પાસેથી પણ દંડ વસૂલ કરવો જોઇએ જેથી અન્ય લોકોને સબક મળે.

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!