35 C
Ahmedabad
Wednesday, May 15, 2024

વડોદરા:પથ્થર મારનાર સામે કડક કાર્યવાહી, શકમંદોની ધરપકડ બાદ આ એક્શન લેઈ શકે છે તંત્ર


વડોદરામાં પથ્થરમારો કરનાર સામે ગૃહ વિભાગ એક્શનમાં આવ્યો છે. આ મામલે બીજીવાર આ પ્રકારનું છમકલું ના કરી શકે તે હેતુથી મોટી કાર્યવાહી કરી શકે છે. બુલડોઝર એક્શન પણ લઈ શકે તેવી શક્યતાઓ છે. વડોદરા પોલીસના જણાવ્યા અનુસાર પથ્થરબાજોની ઓળખ બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો બાદ ગઈકાલે શાંતિ ડહોળાઈ હતી ત્યારે અત્યારે વડોદરામાં મોટો પોલીસનો કાફલો તૈનાત છે. શહેરમાં હાલની સ્થિતિએ શાંતિ છે. જો કે, રામનવમીના દિવસે વડોદરાના બે વિસ્તારોમાં રામનવમી પર ધાર્મિક શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ વડોદરા પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ગઈકાલે ગૃહમંત્રીએ પણ તાબતોડ બેઠકો બોલાવીને આ મામલે કેટલાક આદેશ આપ્યા હતા. ત્યાર બાદ એક પછી એક શકમંદોને શોધવામાં આવ્યા છે કેટલાક સામે નામ જોગ ફરીયાદ કરાઈ છે.

Advertisement

રામ નવમી શોભા યાત્રા દરમિયાન કડક મૂડમાં છે. પોલીસે રાત્રે ફોર્સ બાદ કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું અને ઘરોમાં તપાસ કરી હતી. પથ્થરમારાની ઘટનામાં પોલીસે 20 શકમંદોની ધરપકડ કરી છે. મોડી રાત્રે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટના અંગે પૂછપરછ કરી હતી. આ પછી તેમણે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે.

Advertisement

બીજી તરફ રામનવમીના શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પણ એક્શન મોડમાં આવી ગયું છે.  ફતેપુરા વિસ્તારના પંજરીપુર, કુંભારવાડા વિસ્તારમાં અતિક્રમણ સર્વે કરી રહી છે. આ પછી ગેરકાયદે બાંધકામ પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!