43 C
Ahmedabad
Sunday, May 19, 2024

સ્પા : મસાજ પાર્લરની રૂમમાં CCTV કેમેરા ફરજીયાત હોવા છતા નિયમનો ઉલાળિયો, SOG પોલીસ તપાસ કરે તો ગોરખધંધા અટકે


અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં સેવા સદન ની આસપાસ ચાલી રહેલ સ્પા સેન્ટરોમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ અંગે ચોરેને ચોકે ચર્ચાઓ થઈ રહી છે ત્યારે તંત્ર ની ફક્ત એક જ સ્પા સેન્ટર પર કાર્યવાહી ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે જેનો જવાબ ફક્ત જવાબદાર તંત્ર આપી શકે છે.

Advertisement

સ્પામાં મસાજ પાર્લરના નામે ચાલતા ગોરખધંધા પર રોક લગાવવા દરેક મસાજ રૂમમાં સીસીટીવી કેમેરા ફરજીયાત બનાવ્યા છે મોડાસા શહેરમાં ચાલતાં મોટા ભાગના સ્પામાં બનાવેલ મસાજ પાર્લર રૂમમાં સીસીટીવી કેમેરા લગાવ્યા જ નથી કે પછી લગાવ્યા હોય તો બંધ રાખી સ્પાના સંચાલકો પોલીસની આંખોમાં ધૂળ નાખી રહ્યા છે જીલ્લા એસઓજી પોલીસ શહેરના દરેક સ્પામાં બનાવેલ મસાજ રૂમમાં સીસીટીવી કેમેરા છે કે નહીં તેની તપાસ કરાવે તે ખુબ જરૂરી છે સ્પાના મસાજ રૂમમાં કેમેરા લાગેલ હશે તો જ સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા આપોઆપ બંધ થઇ શકે છે

Advertisement

મોડાસામાં “હાથી ના દાંત ચાવવાના જુદા અને બતાવવાના જુદા “એવા કુખ્યાત બનેલ સ્પા સેન્ટરો માં સરકારી નિયમો ના ધજજીયા ઉડાવામાં આવી રહ્યા હોય તેવી માહિતી મળી છે. મોડાસા નગરમાં ચાલતા ગેસ્ટ હાઉસમાં ગ્રાહકોના રજીસ્ટર ની જાળવણી કરવી તેમજ સી.સી.ટી.વી કેમેરા લગાવવા ફરજિયાત છે ત્યારે શું આ સ્પા સેન્ટરોમાં આ નિયમો લાગુ નથી પડતા ? એક સમય હતો જ્યારે ગેસ્ટ હાઉસોમાં કથીત રીતે અનૈતિક પ્રવૃતિઓ ચાલતી હતી પરંતુ સમય જતા આંતકવાદી પ્રવૃતિઓ ની દહેશત થી ગેસ્ટ હાઉસમાં આવનાર તમામ ગ્રાહકો ના આઈ.ડી.પ્રુફ અને સી.સી.ટી.વી ફરજીયાત કરવામાં આવ્યા છે તેથી હવે મસાજ ની આડમાં મજા લેવા માટે સ્પા સેન્ટરો ગેસ્ટહાઉસ ના પર્યાય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે . ગેસ્ટહાઉસમાં જઈને ખોટી જંજટ માં પડવા કરતા સ્પા જઈને માજા માણવા નું ઐયાસ લોકોને વધારે અનુકૂળ આવી રહ્યું છે .

Advertisement

કોઈ ખૂંણાખાંચરામાં નહીં પણ જિલ્લા સેવા સદન ની સામે જ ચાલતા સ્પા સેન્ટરો જાણે જવાબદાર તંત્ર ને પણ પડકાર આપતા હોય તેમ તમામ નિયમો નેવે મૂકી બેરોકટોક ગોરખધંધો કરી રહ્યા છે .ફક્ત એક જ સ્પા સેન્ટર પર રેડ કરી સંતોષ માનતા અધિકારીઓ ને જનતા પૂછી રહી છે કે શું અન્ય સ્પા સેન્ટરો માં ઓર્થોપેડિક પેશન્ટ માલીશ કરાવવા જાય છે ?કે રંગીલા રંગરલીયા માણવા સ્પા નો સહારો લે છે ?

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!