37 C
Ahmedabad
Wednesday, May 1, 2024

અરવલ્લી : મોડાસાના માલપુર અને મેઘરજ રોડ પર બાઈકર્સનો ત્રાસ, રાત્રીના બેતાજ બાદશાહ સામે SP ને રજૂઆત


મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં રાત્રીના સમયે બાઈકર્સ ગેંગનો ત્રાસ જોવા મળી રહ્યો છે, ત્યારે જિલ્લા પોલિસ વડા સંજય ખરાતને મહિલા ટીમ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. મોડાસાના માલપુર રોડ અને મેઘરજ રોડ પર ધૂમ સ્ટાઈલથી પૂરપાટ ઝડપે બાઈક હંકારી લોકોના જીવ જોખમમાં મુકી બાઈક હંકારતા ઇસમો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

Advertisement

મહિલા ટીમ દ્વારા થોડાક દિવસ પહેલા જિલ્લા પોલિસ વડા સંજય ખરાતને આ અંગે રજૂઆત કરી હતી, અને જણાવ્યું હતું કે, માલપુર રોડ અને મેઘરજ રોડ પર સીનિયર સિટિઝન ચલવા માટે નિકળતા હોય છે, આવા સમયે કેટલાક બાઈક ચાલકો પૂરપાટ ઝડપે ધૂમ સ્ટાઈલે બાઈક લઇને નિકળી જતાં હોય છે, જેથી સીનિયર સિટિઝન માટે જોખમી સાબિત થઇ શકે એમ છે, ત્યારે આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે અને શબક શિખવવામાં આવે તેવી માંગ કરી હતી.

Advertisement

સવાલો ?

Advertisement

રાત્રી પેટ્રોલિંગ કરતી મોબાઈલ વાન શું કરે ?

Advertisement

મેઘરજ રોડ અને માલપુર રોડ પરથી આવતા બાઈકર્સ ચાર રસ્તા પોલિસ ચોકી નજીકથી નિકળે છે ત્યારે પોલિસ ચોકીના માણસો શું કરે છે?

Advertisement

પોલિસ ચોકીના માણસો માત્રને માત્ર રાત્રીના સમયે વાહનો રોકવામાં મસ્ત છે ?

Advertisement

શું પોલિસ ચોકીના માણસોને બાઈકર્સ ગેંગ અથવા તો પૂર પાટ ઝડપે આવતી બાઈક નહીં જોવાતી હોય ?

Advertisement

D સ્ટાફની ટીમ રાત્રીના સમયે કયા વિસ્તારોમાં જાય છે અને શું કરે છે?

Advertisement

માલપુર રોડ અને મેઘરજ રોડ હંમેશા બાઈકર્સ માટે રેસ માટે જ રહ્યો છે, કેટલીક વાર પોલિસ કડક કાર્યવાહી કરે છે, પછી આ કાર્યક્રમ બંધ થઇ જાય છે, ત્યારબાદ રાબેતા મુજબનો નિત્યક્રમ શરૂ થઇ જાય છે, તેમાં કોઇ બે મત પણ નથી. પોલિસ તંત્ર પાસે નેત્રમ ટીમ પણ છે, આવા લોકોને ઝડપી પાડવા નેત્રમ શાખાનો પણ ઉપયોગ કરીને મોટો દંડ વસૂલવો જોઇએ, જેથી બાઈકર્સનો ત્રાસ અટકી શકે.

Advertisement

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!