34 C
Ahmedabad
Friday, May 3, 2024

અરવલ્લી : આંબલીયારા પોલીસની She ટીમ માનસિક અશ્વસ્થ મહિલા માટે દેવદૂત,રોડ પર ભટકતી મહિલાને પરિવારજનો સાથે મિલન કરાવ્યું


અરવલ્લી જિલ્લા પોલીસતંત્રની માનવતાવાદી અભિગમ માટે સતત પ્રય્તનશીલ રહે છે આંબલીયારા પોલીસ સ્ટશનની સી-ટીમ રોડ પર ભટકતી માનશીક અસ્વસ્થ મહિલાને મદદે પહોંચી મહિલાને પોલીસે સ્ટેશન લાવી કાઉન્સલિંગ કરી ભારે જહેમત બાદ તેના પરિવારજનોની શોધખોળ કરી પરિવારજનો સાથે મિલન કરાવતા પરિવારજનોના ચહેરા પર આનંદ છવાયો હતો

Advertisement

બાયડ તાલુકાના આંબલીયારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.ડી.માળીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટશન વિસ્તારમાં સી-ટીમ પેટ્રોલિંગ હાથધરતાં બાયડ-દહેગામ રોડ પર મધ્યરાત્રીએ રોડ પર ભટકતી મહિલાને જોઈ ચોકી ઉઠ્યા હતા સી-ટીમે મહિલાને અટકાવી પૂછપરછ કરતા મહિલા માનસિક બિમાર જણાતા મહિલા કોઈ અનિચ્છનીય ઘટનાનો ભોગ બને તે પહેલા મહિલાને આંબલીયારા પોલીસ સ્ટેશન લાવી ચા-નાસ્તો કરાવી હિંમત આપી પૂછપરછ કરતા સી-ટીમના અથાગ મહેનતના પગલે અશ્વસ્થ મહિલાએ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના અલુજીના મુવાડાનું સરનામું જણાવતા તાબડતોડ મહિલાના પતિનો સંપર્ક કરતા મહિલાનો પતિ વહેલી સવારે આંબલીયારા પોલીસ સ્ટેશનમાં પહોંચતા પોલીસે 60 વર્ષીય મહિલાને તેના પતિને સુપ્રત કરી મહિલાની જાળવણી કરવા સમજાવવામાં આવ્યો હતો આંબલીયારા પોલીસે ખાખીમાં માણસ હજુ જીવે છે નું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!