દિલ્હી જંતર-મંતર પર છેલ્લા 26 દિવસથી કુસ્તી પહેલવાનો દ્વારા ભારતના રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ દ્વારા મહિલા કુસ્તીબાજોનું અનેકવાર યૌન ઉત્પીડન કર્યું હોવાના આક્ષેપ સાથે ધરપકડ કરવામાં આવેની માંગ સાથે ધરણા પર બેઠા છે ત્યારે અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં
સી.આઈ.ટી.યુ અને કિસાન સભા તરફથી ઉગ્ર દેખાવ કરવામાં આવ્યો હતો અને સાંસદની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવેની માંગ કરી પ્લે કાર્ડ પ્રદર્શિત કર્યા હતા
મોડાસા શહેરના હાર્દસમા ચાર રસ્તા પર ગુરુવારે ધોમધખતા તડકામાં દિલ્હી જંતર-મંતર પર ધરણા પર બેઠેલા કુસ્તી પહેલવાનોના સમર્થનમાં સી.આઈ.ટી.યુ અને કિસાન સભાના અગ્રણીઓ અને કાર્યકરો એ વિવિધ પ્લે કાર્ડ અને બેનર સાથે પ્રદર્શન કર્યું હતું દિલ્હીના ધરણાના પડઘા અરવલ્લીમાં ગૂંજ્યા હતા દેશના ગૌરવ સમાન મહિલા રેસલરોને
ન્યાય મળેના સૂત્રોચ્ચારો થી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો
સી.આઈ.ટી.યુના પ્રદેશ મંત્રી ડી આર જાદવે જણાવ્યું હતું કે મહિલા કુસ્તીબાજોને ન્યાય આપવા માટે દિલ્હીમાં જે ધરણા પ્રદર્શન યોજાય છે તેના સમર્થનમાં આજે સી.આઈ.ટી.યુ અને કિસાન સભા તરફથી દેખાવો યોજવામાં આવ્યા છે અને આ બંને સંગઠનો તરફથી માંગ કરવામાં આવે છે કે કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ વ્રજભૂષણની સામે યોન શોષણની એફઆઇઆર દાખલ કરવામાં આવી છે તેમ જ પોસ્કોની ધારા લગાવવામાં આવી છે તો તેના અનુસંધાને તેમની ધરપકડ કરવામાં આવે અને મહિલા રેસ્લરોને ન્યાય આપવામાં આવે કેન્દ્રની ભાજપ સરકાર અને તેના મુખિયા નરેન્દ્ર મોદીએ નારો આપ્યો છે બેટી બચાવો બેટી પઢાવો પણ તેનાથી ઊલટું ભાજપના સાંસદ કે જેની સામે યૌન શોષણના આરોપો છે તેવા બાહુબલી આરોપીને બચાવવા માટે મહેનત કરે છે તેને સીઆઇટી યુ અને કિસાન સભા સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને માંગ કરે છે કે તાત્કાલિક મજબૂષણની ધરપકડ કરવામાં આવી અને મહિલા રેસ્લરોને ન્યાય આપવામાં આવે આ કાર્યક્રમમાં કિસાન સભા ના પ્રમુખ ભલાભાઇ ખાંટ અને નાનજીભાઈ ધનલાત ની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો