29 C
Ahmedabad
Tuesday, May 7, 2024

સાબરકાંઠા : પોળો ટેન્ટ સીટી & રિસોર્ટના માલિક સામે ફરિયાદ નોંધાઈ, ટેન્ટ સીટીમાં પથિક સોફ્ટવેરમાં પ્રવાસીઓની એન્ટ્રી બાબતે લોલમલોલ


પોળો ટેન્ટ સીટી & રિસોર્ટમાં છેલ્લા ચાર મહિનાથી પથિક સોફ્ટવેરમાં મુસાફરોની એન્ટ્રી ન કરતા અનેક સવાલ ઉભા થયા છે
હોટલ માલિક GST અને ઈન્ક્મટેક્ષ બચાવવા માટે રાજ્યની અને સ્થાનિક લોકોની સુરક્ષા જોખમમાં મુકતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે

(મેરા ગુજરાત, લલિત ડામોર-વિજયનગર)

Advertisement

ગુજરાત પોલીસે પથિક સોફ્ટવેર ગેસ્ટ હાઉસ,રિસોર્ટ, હોટેલ સહીત રોકાણ સ્થળોએ રોકાતા કસ્ટમરોનો ડેટા અપલોડ કરવા માટે વિકસાવ્યું છે. જેની પાછળનો હેતુ એ છે, આ સોફ્ટવેરની મદદથી રાજ્ય બહારથી ગુનો કરવા રાજ્યમાં આવતા આરોપીઓ કે ફરાર આરોપી હોટલ કે ગેસ્ટહાઉસમાં રોકાયા હોય તો પોલીસને તેની વિગતો ઓફિસમાં બેઠા બેઠા મળે અને તમામ હોટલ અને ગેસ્ટહાઉસમાં ફરીને ચેકીંગ ના કરવું પડે. આવા કોઈ અસામાજિક તત્વો રોકાયાની જાણકારી મળતા પોલીસ સીધી જે તે હોટલ કે ગેસ્ટહાઉસમાં પહોંચી કાર્યવાહી કરતી હોય છે

Advertisement

ગુજરાતના મીની કાશ્મીર તરીકે જાણીતા સાબરકાંઠા વિજયનગર ના પોળો જંગલમાં ગુજરાત સહીત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે વિજયનગરના અભાપુર ગામ નજીક પોળો ટેન્ટ સીટી એન્ડ રિસોર્ટમાં રોકાણ કરતા પ્રવાસીઓના પથિક સોફટવેરમાં છેલ્લા ચાર મહિનાથી કોઈપણ પ્રકારની એન્ટ્રી કરવામાં ન આવતા વિજયનગર પોલીસ ચોંકી ઉઠી હતી અને તેના અમદાવાદ રહેતા માલિક રાજીવ પચેસીયા સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

વિજયનગર પીએસઆઈ એ.બી.ચૌધરી અને તેમની ટીમે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન અભાપુર ગામ નજીક આવેલ પોળો ટેન્ટ સીટી એન્ડ રિસોર્ટમાં મોડી રાત્રે પહોંચી રોકાણ કરતા મુસાફરોની પથિક સોફ્ટવેરમાં નામ કે ફોટો આઈડીની વિગતો અપલોડ કરવામાં આવે છે કે નહીં તે અંગે ચકાસણી કરી હોટલ મેનેજર રિકીન દશરથ પટેલની પૂછપરછ કરતા તે છેલ્લા ચાર મહિનાથી નોકરી કરતો હોવાનું અને હોટલ માલિકે રાજીવ પચેસીયાએ પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવા અંગે જણાવેલ ન હોવાથી ફક્ત રજિસ્ટરમાં મુસાફરોની એન્ટ્રી કરતો હોવાનું જણાવતા પોલીસ ચોંકી ઉઠી હતી અને પોળો ટેન્ટ સીટી એન્ડ રિસોર્ટમાં ચાલતી ગેરરીતિ અંગે માલિક રાજીવ પચેસીયા સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!