અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા બંધારણ વિરુદ્ધ બોલાવેલી કારોબારી રદ કરવા જીલ્લા પ્રાથમીક શિક્ષણ સંઘના ઉપ પ્રમુખ અનિલ પટેલે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પત્ર લખતા જીલ્લા પ્રાથમીક શિક્ષણ સંઘના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે ઉપ પ્રમુખ અનિલ પટેલે પ્રાથમીક શિક્ષણ સંઘના પ્રમુખ અને મહામંત્રી સામે ગંભીર આક્ષેપ કર્યા છે
પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી જીલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના ઉપ પ્રમુખ અનિલ પટેલે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પત્ર લખી જીલ્લા પ્રાથમીક શિક્ષણ ચૂંટણી અંગે જણાવ્યું હતું કે, સંદર્ભદર્શિત પત્ર ૧ અન્વયે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની બંધારણ વિરૂધ્ધ બોલાવેલ કારોબારી રદ કરવા રજૂઆત પરત્વે સંદર્ભ ૨ અને ૪ થી અરવલ્લી પ્રાથમિક શિક્ષક સંઘને જરૂરી આધારો તથા અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રતિનિધિઓને રૂબરૂ સાંભળવા તા.૧૮/૦૫/૨૦૨૩ ના રોજ ૧૬,૦૦ કલાકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, અરવલ્લીની કચેરીમાં બોલાવેલ હતા, તેમજ રૂબરૂ લેખિત નિવેદન લેવામાં આવ્યા હતા
સદર બાબતે પ્રમુખ બાયડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, બાયડની સંદર્ભ-૫ ની તા.૧૮/૦૫/૨૦૨૩ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, અરવલ્લીની કારોબારી સભ્યોની સંદર્ભ -૬ થી તા.૧૯/૦૫/૨૦૨૩ની રજૂઆત પરત્વે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તા.૨૯/૦૪/૨૦૨૩ના રોજ બોલાવેલ કારોબારીમાં બંધારણના નિયમોનું પાલન થયેલ ન હોવાની તથા પ્રમુખ નિવૃત્ત થયેલ હોઈ તેમ છતા કારોબારી બોલાવેલ હોઈ જે ગેરબંધારણીય છે. ઉક્ત રજૂઆત બાબતે તા. ૧૮/૦૫/૨૦૨૩ ના રોજ કરેલ સુનાવણીમાં રજૂ કરેલ આધારો અને નિવેદનો ધ્યાને લઈ અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રજૂ કરેલ બંધારણની જોગવાઇઓ ચકાસતો બંધારણની જોગવાઇઓનું પાલન થતું ન હોવાનું ધ્યાને આવેલ છે. તેમજ પ્રમુખના ચાર્જ બાબતે અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના બંધારણ મુજબ નવીન કારોબારી કરી અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની માન્યતાના નિયમો અને બંધારણની જોગવાઇ મુજબ ચૂંટણી પ્રક્રિયા કરવા માંગ કરી હતી