asd
26 C
Ahmedabad
Wednesday, October 9, 2024

અરવલ્લી જિલ્લામાં ITI મોડાસા ખાતે ફ્રી સમર સ્કિલ ડેવલોપમેન્ટ કેમ્પ નું ઉદ્ઘાટન કરતા કલેક્ટર


કોઈપણ વ્યક્તિમાં આવડત અને ઈચ્છાશક્તિ બંને હોય છે, તો કોઈ પણ કામ ખૂબ સુંદરતાથી કરી શકે છે : કલેક્ટર પ્રશસ્તિ પારીક

Advertisement

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મહિલા આઈટીઆઈ માં સમરકેમ્પ નો આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન આજે જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારિક દ્વારા કરવામાં આવ્યું.ગુજરાત સરકારના ઠરાવ અનુસાર ગુજરાત સરકારની તમામ ઔધોગિક તાલીમ સંસ્થાઓમાં (આઈ.ટી.આઈ.) ધોરણ ૮ અને તેથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વોકેશનલ તાલીમ પ્રત્યે જાગૃતતા વધારવા ઔધોગિક તાલીમ સંસ્થા, મોડાસા અને મોડાસા ( મહિલા) ધ્વારા સમર સ્કીલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.આઈ.ટી.આઈ., મોડાસા ને અલગ અલગ ૧૬ પ્રકારની એક્ટીવીટીમાં ૧૨૬૦ વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું લક્ષ્યાંક ફાળવવામાં આવેલ છે. આ તાલીમ સંસ્થામાં દરરોજના ૨ કલાક – ૦૫ દિવસ / ૨.૫ કલાક ૪ દિવસ / ૫ કલાક – ૦૨ દિવસની એક્ટીવીટી ૨૦ તાલીમાર્થીઓની બેચ મુજબ આપવાની થાય છે. તાલીમ વિના મુલ્યે આપવામાં આવનાર છે. વગેરે માહિતી આપી વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લેવા અપીલ કરી.

Advertisement

કલેકટરએ સંબોધન કરતા જણાવ્યું કે,વડાપ્રધાન અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સ્કિલ ડેવલોપમેન્ટથી રોજગારીની નવી તકો ઉભી થાય અને વધારે ને વધારે જિલ્લાના વિદ્યાર્થીઓ આનો લાભ લે તેવી અપીલ પણ કરવામાં આવી. એ સાથે જ કલેક્ટરના સંબોધનમાં જણાવવામાં આવ્યું કે રોજબરોજની પ્રક્રિયામાં સ્કિલની જરૂરત પડે છે.અને તેનાથી હવે રોજગારી પણ ઊભી થઈ રહી છે. તેમણે જણાવ્યું કે દરેક લોકોમાં આવડત અને ઈચ્છાશક્તિ હોવી ખૂબ જ જરૂરી છે. બંનેના સમન્વયથી કોઈપણ કામ શીખી શકાય છે. અને તમામ પ્રકારની જરૂરિયાતો હવે સરકારના સહકારથી અને આયોજનો કરવામાં આવી રહ્યા છે. અનેક પ્રકારની કળાઓ આપણા હાથમાં રહેલી છે. તેનો ઉપયોગ કરીને બીજા કરતા વધારે સારું અને અલગ આપણે કરી શકવાની સક્ષમતા ધરાવીએ છીએ.

Advertisement

કાર્યક્રમના અંતે આઈ.ટી.આઈ. મોડાસાના તાલીમાર્થીઓ ધ્વારા બનાવવામાં આવેલ વર્કિંગ પ્રોજેક્ટ, મોડલ, ચાર્ટ, ડ્રોન એસેમ્બલી વગેરેના પ્રદર્શનને આવેલ મહાનુભાવોના હસ્તે વોકેશનલ તાલીમ માટે આવનાર વિદ્યાર્થીઓ માટે ખુલ્લો મુક્યો.આઈ.ટી.આઈ. એડમિશન, KSU ( કૌશલ્ય સ્કીલ યુનીવર્સીટી ) એડમિશન, આઈ.ટી.આઈ ટ્રેડની માહિતી વિષેની શોર્ટ ફિલ્મનું નિર્દેશન કરવામાં આવ્યું.

Advertisement

આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ, તાલુકા પ્રમુખ, જીલ્લા શિક્ષણ અધિકારી હાજર રહ્યા. આચાર્ય , આઈ.ટી.આઈ. મોડાસા, સ્ટાફ મિત્રો તેમજ ધોરણ ૮ અને તેથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હાજર રહ્યા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!