શામળાજી પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા, સ્ટેટ મોનેટરીંગ સેલ સતત શામળાજી પંથકમાં વિદેશી દારૂ ઝડપી રહી છે
Advertisementશામળાજી રતનપુર ચેકપોસ્ટ પરથી બુટલેગર વિશ્રામ,સુનિલ દરજીની દારૂની લાઈન ચાલતી હોવાની સરહદ વિસ્તારમાં ચર્ચા
Advertisementવેન્યુ અને ઇકો કાર ચાલક બુટલેગરો શામળાજી પંથકના અંતરિયાળ માર્ગના જાણકાર હોવાથી સ્ટેટ મોનેટરીંગ સેલને હંફાવી દીધી
Advertisement
ગુજરાતમાં અરવલ્લી જીલ્લાની રતનપુર ચેકપોસ્ટ માર્ગે વિદેશી દારૂ ઘુસાડવા માટે સિલ્ક રૂટ તરીકે જાણીતો છે પરપ્રાંતીય બુટલેગરો અદ્રશ્ય છુપા આશીર્વાદથી લાઈનો ચલાવી વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ઠાલવી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે સ્ટેટ વિજિલન્સે શામળાજી પોલીસને ઉંઘતી રાખી રાજસ્થાનના ઠેકા પરથી દારૂ ભરી અમદાવાદ રિંગ રોડ પર બુટલેગરને ડીલેવરી આપવા નીકળેલી વેન્યુ અને ઇકો કારનો ફિલ્મીઢબે પીછો કરી ભવાનપુર સિમમાંથી અને ખેરંચા થી વજાપુર રોડ પરથી 2.42 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક બુટલેગરને દબોચી લીધો હતો ઇકો કારમાં રહેલો બુટલેગર ડુંગર પર ચઢી ફરાર થઇ જતા સ્ટેટ મોનેટરીંગ સેલે શામળાજી પોલીસ સ્ટેશનમાં 5 બુટલેગરો સામે ગુન્હો નોંધાવી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર,સ્ટેટ મોનેટરીંગ સેલની ટીમના બાતમીદારો અરવલ્લી જિલ્લાના બાતમીદારો પર ભારે પડી રહ્યા છે સ્ટેટ મોનેટરીંગ સેલના પીએસઆઈ એસ.આર.શર્મા અને તેમની ટીમે શામળાજી પંથકમાં વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા ધામા નાખ્યા હતા સ્ટેટ મોનેટરીંગ સેલને બે બુટલેગરોએ ડુંગરપુર નજીક ક્રુઝર ગાડીમાંથી વેન્યુ કારમાં દારૂ તેમજ ઇકો કારમાં દારૂ ભરી અમદાવાદ રિંગ રોડ પર ઠાલવવાની હોવાની બાતમી મળતા પોલીસે શામળાજી નજીક વોચ ગોઠવી બાતમી આધારિત બંને કાર પસાર થતા અટકાવવાનો પ્રયત્ન કરતા બંને કાર ચાલકે કાર શામળાજી પંથકના અંતરિયાળ વિસ્તારમાં હંકારી મુકતા પોલીસ અને બુટલેગરોની કાર વચ્ચે રેસ લાગતા ફિલ્મી દ્રશ્યો જોઈ રોડ પરથી પસાર થતા લોકો ચોકી ઉઠ્યા હતા સ્ટેટ મોનેટરીંગ સેલે બંને કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-2425 કીં.રૂ.242400/- તેમજ બંને કાર, મોબાઇલ અને રોકડ રકમ મળી કુલ.રૂ.11.48 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પ્રકાશ ઝાલારામ બિશ્નોઇ (રહે,ધમાળાના ગોલીયા, રાજસ્થાન) ને દબોચી લઇ 1)અમિત પંડિત (રહે,ડુંગરપુર), 2)પ્રિતેશ કલાલ (રહે,ગેંજી-ડુંગરપૂર) તેમજ દારૂની હેરાફેરીમાં અને દારૂ મંગાવનાર અજાણ્યા અન્ય ત્રણ બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો શામળાજી પોલીસ સ્ટેશનમાં નોંધી આગળની તપાસ શામળાજી પોલીસને સુપ્રત કરી હતી