30 C
Ahmedabad
Sunday, May 5, 2024

હાર્ટ એટેકના હુમલામાં તાત્કાલિક CPR આપી કેવી રીતે બચાવી શકાય તે માટે જિલ્લા પોલિસ તંત્ર દ્વારા પ્રશિક્ષણ શિબિર


અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ગુજરાત પોલીસ દ્વારા આયોજિત ISA ગુજરાતના સહયોગથી પોલીસ વિભાગ માટે CPR પ્રશિક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું

રાજ્યમાં ૫૧ સ્થળોએ સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે તા. ૧૧ જૂનના રોજ ૫૫ હજારથી વધુ પોલીસ જવાનોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવામાં આવી. આ એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં રાજ્યની ૩૭ મેડિકલ કોલેજો અને અન્ય ૧૪ સ્થળો પર ૨૫૦૦થી વધુ ડૉક્ટરો અને તબીબી વ્યવસાયિકો દ્વારા CPRની સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી. જે રાજ્યના જુદા જુદા ૫૧ સ્થળો પર CPR પ્રશિક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું. આ સમગ્ર તાલીમનું આયોજન રાજ્ય સરકાર અને ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલોજીસ્ટ ISA-ગુજરાત ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે યોજાઈ.

Advertisement

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલા મહાલક્ષ્મી ટાઉનહોલમાં આજરોજ સીપીઆર પ્રશિક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું. આ તાલીમમાં ડોક્ટર વિપુલભાઈ, ડોક્ટર ઘનશ્યામભાઈ, ડોક્ટર મુકેશભાઈ તેમજ અરવલ્લી – સાબરકાંઠા એનેસ્થેસિયા એસોસિએશનના પ્રમુખ તેમજ ઉપસ્થિત અન્ય ડોક્ટરો દ્વારા પોલીસ કર્મચારીઓને સી.પી.આર.ની સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવી.

Advertisement

કાર્યક્રમમાં મોડાસાના ધારાસભ્ય અને મંત્રી ભિખુસિંહ પરમાર, અરવલ્લી જિલ્લા પોલીસવડા સંજય ખરાત, અરવલ્લી જિલ્લા ભાજપા પ્રમુખ, મોડાસા નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર, અરવલ્લી અને સાબરકાંઠા એનેસ્થેસિયા એસોસિએશનના પ્રમુખ, ડો.ઘનશ્યામભાઈ , ડો.વિપુલભાઈ, ડો.મુકેશભાઈ તેમજ અરવલ્લી જિલ્લા પોલીસ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!