38 C
Ahmedabad
Friday, May 17, 2024

ઇસરી પોલીસની સરાહનીય કામગીરી : બીટી છાપરા ગામથી રાત્રીના સુમારે ગુમ થયેલી યુવતીને મહેસાણાના ખેરવા ગામેથી હેમખેમ શોધી


મેઘરજના બીટી છાપરા ગામમાં પથારો નાખી રહેતા અને ઘેટાં-બકરા ચરાવતા માલધારી પરિવારની એક 35 વર્ષીય મહિલા 10 દિવસ અગાઉ રાત્રીના સમયે અચાનક ગુમ થઇ જતા ભારે ચકચાર મચી હતી મહિલાના પતિ અને પરિવારજનોએ આજુબાજુ વિસ્તારમાં શોધખોળ હાથધરવા છતાં મહિલાનો અત્તો-પત્તોના લાગતા પરિવારજનોએ ઇસરી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી 10 દિવસ પછી યુવતીને મેહસાણા ખેરવા ગામેથી તેના સબંધીના ઘરેથી હેમખેમ શોધી કાઢી પરિવારજનોને સુપ્રત કરી હતી

Advertisement

મેઘરજના બીટી છાપરા ગામે પથારો નાખી રહેતા પરિવારના યુવકની 35 વર્ષીય મહિલા ગુમ થતા ઇસરી મથકે ફરિયાદ નોંધાવતા ઇસરી પીએસઆઈ દેસાઈ અને તેમની ટીમે ગુમ મહિલાને મેહસાણાના ખેરવા ગામે તેના માસના ત્યાંથી શોધી કાઢવામાં સફળ રહેતા હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

ઇસરી પોલીસના જણાવ્યા અનુસાર ગુમ થનાર મહિલાને તેના પતિ સાથે મનમેળ ન હોવાથી પરિવાર છોડી તેના મહેસાણાના ખેરવામાં રહેતા માસના ઘરે મહેમાન તરીકે રહેતી હોવાની માહિતી પ્રાપ્ત થતા ગઈકાલ રાત્રીએ ઇસરી પોલીસ ખેરવા પહોંચી ગુમ મહિલાને ઈસરી પોલીસ સ્ટેશન લઇ આવી પરિવારજનોને સુપ્રત કરી હતી પરિવારજનોએ ઇસરી પોલીસની કામગીરીની સરાહના કરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!