39 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લી જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા સફાઈ કામદારોને પરત લેવાયા, એજન્સીની મનમાની નહીં ચાલે


અરવલ્લી જિલ્લા પંચાયતમાં કામ કરતા સફાઈ કામદારોને અચાનક છૂટા કરાયેલા સફાઈ કામદારોને પરત લેવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત પ્રમુખ, સામાજિક ન્યાય સમિતિ વિભાગ અને વાલ્મિકી સંગઠન દ્વારા એજન્સીને સાથે વાટાઘાટો કરીને પાંચેય કર્મચારીઓને ફરજ પર પરત લેવામાં આવ્યા છે.

Advertisement

જિલ્લા પંચાયતમાં કામ કરતા સફાઈ કામદારોને કોઇ કારણવિના અચાનક છૂટા કરી દેવામાં આવ્યા હતા, જેને લઇને 21 માર્ચના રોજ ગુજરાત વાલ્મિકી સંગઠનના આગેવાન લાલજી ભગતની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત બહાર ધરણાં યોજવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયત કચેરી બહાર તમામ સફાઈ કામદારોએ ધરણાં યોજી કામથી અડગા રહેવાનો નિર્ણય કર્યો હતો.

Advertisement

વાલ્મિકી સંગઠનના આગેવાનનું કહેવું હતું કે, એજન્સી દ્વારા સફાઈ કામદારોનું શોષણ કરી પ્રતિદિન માત્ર 67 રૂપિયાનો રોજ આપવામાં આવી રહ્યો હતી. સફાઈ કામદારાનો આ પ્રશ્નો તેમજ છૂટા કરાયેલા કર્મચારીઓને પરત લેવાની ઉગ્ર માંગ સાથે ધરણાં યોજ્યા હતા. ત્યારે છૂટા કરાયેલા સફાઈ કામદારોને હાલ પરત લેવામાં આવતા તેઓમાં ખુશી પ્રસરી છે.

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!