37 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લી: મોડાસામાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રા 27 રૂટ ઉપર થઇ પરિભ્રમણ કરશે


20 જૂન સવારે 10:30 વાગે બાલકદાસજી મંદિરથી રથયાત્રા પ્રસ્થાન થઇ સાંજે 7 વાગે નિજ મંદિર પહોંચશે

Advertisement

મોડાસામાં અષાઢી બીજ અને મંગળવારે તા.20 જૂને ભગવાન જગન્નાથજીની 41 મી રથયાત્રા રંગે ચંગે નીકળે તે માટે રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા આયોજન હાથ ધરાયું છે. રથયાત્રા સમિતિ દ્વારા નવા રૂટ સાથે જુદા જુદા 27 રૂટ ઉપર ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવા તાડામાર તૈયારીઓ પૂર્ણતાના આરે છે

Advertisement

20 જૂનને મંગળવાર સવારે 10:30 કલાકે બાલકદાસજી મંદિર સગરવાડાથી ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રા પ્રસ્થાન કરશે આ પ્રસંગે દેવરાજધામ બાજકોટના ગોસ્વામી મહંત ધનગીરી બાપુ તેમજ 108 મહંત રામજીવનદાસ ત્યાગીજી મહારાજ મહંત રામજી મંદિર સાયરા મોડાસા અને મહંત શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ કથાકાર મિનિ ઊંઝા ઉમિયા માતાજી મંદિર મોડાસા રથયાત્રામાં હાજર રહી આશીર્વાદ વચન પાઠવશે. રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા તા. 19 જૂને ભગવાનના મામેરાનું આયોજન હિંગળાજ ભજન મંડળ તથા આનંદનો ગરબો મોડાસા દ્વારા ઓધારી માતાજીના મંદિરે કરાયું છે.

Advertisement

 

Advertisement

મોડાસા રથયાત્રાનો નવીન રૂટ સાથે આ 27 જગ્યાએ પરિભ્રમણ કરશે
ભગવાનની રથયાત્રા સવારે 10:30 કલાકે બાલકનાથજી મંદિરેથી પ્રસ્થાન કરી આઝાદ ચોક,ગોકુલનાથજી મંદિર, ગાંધીવાડા, સોની વાળા, ભોઇ વાળા, વિનાયક ટોકીઝ, નંદનવન સોસાયટી, કુંભારવાડા, ઢાળ સગરવાળા ,મહાકાળી મંદિર, પાવન સીટી, ડીપી રોડ કાર્તિકીય સોસાયટી, જાયકા માલપુર રોડ, કલ્યાણ સોસાયટી ચોક, આઈ.ટી.આઈ, મોડાસા ચાર રસ્તા ,બસ સ્ટેશન, કડિયાવાડા, ભાવસાર વાળા, હોળી ચકલા, ટેલીફોન એક્સચેન્જ, જૂની પાલિકા, પરબડી ચોક, જૈન દેરાસર, થઈ સાંજે 7:00 વાગે રથયાત્રા નિજ મંદિરે પહોંચશે.

Advertisement

ધનસુરા રથયાત્રાનો રૂટ
સાવરે ૧૧ કલાકે રામજીમંદિરે આરતી થયા બાદ પ્રસ્થાન થશે ત્યાંથી ધનસુરા ગામ,જવાહર ચોક,ધનસુરા ચાર રસ્તા ,તલોદ રોડ,સ્વામીનારણ સોસાયટી,શ્રીજી સોસાયટી,બંસીધર સોસાયટી,બસ સ્ટેન્ડ,મામલતદાર ચાર રસ્તા,તળાવની પાળથી રામજીમંદિરે પરત ફરશે.

Advertisement

અષાઢી બીજે ભગવાન કેમ નગરચર્યા કરે છે ?
વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને સુભદ્રાજી સાથે નગરનો નાથ ભક્તોને ઘર આંગણે દર્શન આપવા અષાઢી બીજે રથમાં બિરાજમાન થઈ નીકળતાં હોય છે.રથયાત્રાના માધ્યમ થકી ભગવાન વર્ષમાં એકવાર નિજ મંદિરે છોડી રથમાં બિરાજમાન થતાં હોય છે અને ભક્તોના ઘર આંગણે પહોંચી તેઓના સુખ દુઃખ જાણતાં હોય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય છે.

Advertisement

શામળાજી રથયાત્રાની વિગત
શામળાજી સાવરે ૯:૩૦ કલાકથી ૧૧ કલાક સુધી શામળાજી મંદિર પરિસરમાં જ રથયાત્રાની પરિક્રમા કરવામાં આવશે.આ સાથે ભક્તો શમાળાજીના દર્શને કરી શકશે તેમજ પ્રસાદીનો લાભ પણ મેળવી શકશે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!