વરસાદી ઝાપટા બાદ જાંબુ ના ફળ પાકી ગયા છે અને બજાર માં તેનું આગમન થઈ ચૂકયું છે.જાંબુ ના ઝાડ પર અઢળક જાંબુડા ઉગી નીકળ્યાં છે.બજાર માં કાળા જાંબુ ની ભરમાર જોવા મળી રહી છે.જેમાં મોટા મોટા જાંબુ હાલમાં જોવા મળી રહ્યાં છે.જેનો ભાવ 100 રૂપિયા કિલો છે.
હવે તો જાંબુનો બારેમાસ સ્વાદ માણી શકાય છે લોકો જાંબુ શોટ્સ પીવાનું વધુ પસંદ કરે છે જેના કારણે જાંબુ ફ્રીઝ કરવામાં આવે છે અને બારેમાસ તેનું સેવન કરવામાં આવે છે.જો કે તાજા જાંબુ ચોમાસા માં ખાવાની અલગ જ મજા હોય છે.
સ્વાદની સાથે જ જાંબુ આરોગ્ય માટે પણ ઘણુ ફાયદાકારક માનવામાં આવે છે. એવુ કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિને ઓછામાં ઓછા 5-10 જાંબુ સિઝનમાં દરરોજ જરૂર ખાવા જોઈએ. જાંબુનું ખાલી પેટે ક્યારેય પણ સેવન કરવું જોઇએ નહીં.જાંબુમા વિટામીન સી નું પ્રમાણ હોય છે. જેનું સેવન કરવાથી શરીરથી વિટામીન સી ની કમી થશે નહીં.જાંબુનું શરબત બનાવીને પીવાથી ડાઇજેશન સારું રહે છે.
જાંબુ ના ફાયદા:
ડાયાબિટીસ – ખરાબ લાઈફસ્ટાઈલ અને ખોટા ખાનપાનને કારણે આજકાલ નાની ઉંમરમાં જ ડાયાબિટીસની સમસ્યા થવા લાગી છે. વધેલા સુગરને નેચરલ રીતે કંટ્રોલ કરવા માટે જાંબુ ખૂબ જ અસરકારક ફળ છે. જાંબુમાં ઓછી ગ્લાયકેમિક સામગ્રી હોય છે જે બ્લડ સુગર લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે. જાંબુ ડાયાબિટીસને કારણે વધુ પડતા પેશાબ અને તરસને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. જાંબુના બીજ, છાલ અને પાંદડાનો ઉપયોગ ઘણી વાનગીઓમાં પણ થાય છે.જાંબુમાં સિંધાલૂણ મિક્સ કરીને ખાવાથી ડિહાઇડ્રેશનમાં ફાયદો થાય છે.જાંબુનો રસ મોના ચાંદા મટાડે છે.
રોગપ્રતિકારક શક્તિ – આજકાલ મોટાભાગના લોકો રોગપ્રતિકારક શક્તિથી પરેશાન છે અને તેઓ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘણું કરે છે. જો તમે પણ રોગપ્રતિકારક શક્તિ વધારવા માંગો છો, તો જાંબુ શ્રેષ્ઠ વિકલ્પ છે. જાંબુમાં ભરપૂર માત્રામાં તત્વો અને વિટામિન હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આ સાથે જ જાંબુમાં સોડિયમ, કેલ્શિયમ, આયર્ન અને કાર્બોહાઈડ્રેટ્સ મળી આવે છે.
હાર્ટ હેલ્થ- જાંબુ આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંથી એક એવા હૃદયને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે હ્રદયના ધબકારા સામાન્ય બનાવી રાખવામાં મદદ કરે છે. જો તમે તમારા હૃદયને હંમેશા સ્વસ્થ રાખવા માંગતા હોય તો જાંબુનું નિયમિત સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. પોટેશિયમ હાઈ બ્લડ પ્રેશરથી થતા સ્ટ્રોકના જોખમને ઘટાડવામાં પણ મદદ કરે છે.
કેન્સર – જાંબુની અંદર કેન્સર વિરોધી ગુણ પણ જોવા મળે છે. તેને નિયમિત રીતે ખાવાથી આંતરડાના કેન્સરનું જોખમ ઘટી શકે છે. જાંબુમાં ભરપૂર પ્રમાણમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે ફ્રી રેડિકલ કોષો સામે લડવામાં મદદ કરે છે જે કેન્સર કોષોના વિકાસ માટે જવાબદાર છે. જાંબુમાં હાજર સાયનિડિન કોલોન કેન્સરને રોકવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
સ્કીન- જાંબુનું નિયમિત સેવન સ્કીન માટે પણ ખૂબ ફાયદાકારક બની શકે છે. જાંબુનું નિયમિતપણે સેવન કરવાથી સ્કીનની ચમકમાં વધારો થાય છે. આ સાથે ત્વચા મુલાયમ થવા લાગે છે. જાંબુમાં એન્ટીઓક્સીડેન્ટ તેમજ વિટામિન સી હોય છે જે ત્વચાને ફાયદો કરે છે. તે ત્વચામાં કોલેજન ફોર્મેશન બનાવવામાં મદદ કરે છે. આ સાથે જ જાંબુ ખાવાથી દાંત અને પેઢા પણ મજબૂત થાય છે.
એસિડીટી- એસિડીટીથી સમસ્યાથી છુટકારો મેળવા માટે કાળા માઠીમાં શેકેલું જીરૂ મિક્સ કરીને પીસી લો એનું જાંબુ સાથે સેવન કરો.
આટલું ધ્યાન રાખો:
જાંબુમાં એસિડની માત્રા વધુ હોય છે. તેને ખાલી પેટ ખાવાથી પેટમાં એસિડ લેવલ વધે છે. તેનાથી એસિડિટી થઈ શકે છે. એટલે જમ્યાં પછી જ જાંબુ ખાવા ફાયદાકારક હોય છે. જાંબુ ખાધા પછી ક્યારેય દૂધનું સેવન કરવું નહીં