મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાની દેવ ચોકડી ખાતે ચાલી રહેલી બોગસ હોસ્પિટલમાં બાતમીના આધારે આરોગ્ય ટીમ દરોડા પાડયા હતા. બોગસ હોસ્પિટલ ઝડપાઈ હોવાની જાણ પત્રકારોને થતાં ૬થી વધુ પત્રકારો મિડિયા કવરેજ કરવા સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર આરોગ્ય વિભાગની ટીમ હોસ્પિટલની તપાસ કરી રહી હતી ત્યારે પત્રકારો આ હોસ્પિટલની બહાર ઊભા હતા દરમિયાનમાં હોસ્પિટલના સંચાલક વિજય ગોહિલે તેના સાગરીતો સાથે નશાની હાલતમાં આવી બિભસ્ત ગાળો બોલતા બોલતા લાકડાના મોટા દંડા સાથે પત્રકારો અને આરોગ્ય વિભાગ પર હુમલો શરૂ કરી દિધો હતો. બેફામ ગાળો બોલતા “દેવની આર્મી આવી ગઈ છે પોલીસની જરૂર નથી તેમ કહી અને સ્થળ પર ઉભેલ ગાડીઓના દંડા મારી કાચ તોડ્યા હતા અને પત્રકારો તેમજ આરોગ્ય કર્મીઓને માર માર્યો હતો જેમાં બે પત્રકારો તેમજ તાલુકા આરોગ્ય અધિકારી સહિત આરોગ્ય વિભાગના કર્મીઓને ઝપાઝપીમાં ઇજા થઇ હતી. બનાવ પગલે ઘટના સ્થળે અફડા તફડી મચી જવા પામી હતી. સમગ્ર મામલે બાલાસિનોર તાલુકા પોલીસે પત્રકારો અને આરોગ્ય વિભાગના અધિકારીઓની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે તાલુકા પોલીસ સ્ટેશનમાં પાંડવા બીટમાં ફરજ બજાવતા જમાદાર રમેશ અને કોન્સ્ટેબલ જયેશ ભરવાડની શંકાશીલ કામગીરીને લઈને મહીસાગર જીલ્લા પોલીસ અધીક્ષક અને મહીસાગર જીલ્લા કલેકટરને જિલ્લા પત્રકારો એશોસિયન દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યા હતા
આરોપીએ પોલીસથી બચવા નંબર પ્લેટ સાથે છેડછાડ કરી હતી
સમગ્ર મામલે આરોપી જેની સિફટ કાર નંબર જીજે.36.આર.5962 સાથે ઓઇલથી કારનો નંબર સાથે છેડછાડ કરી પોતાની ઓળખ છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો જ્યારે અન્ય ઈસમો મીલીભગત કરી સમગ્ર હુમલાને અજામ આપ્યો હતો.
પોલીસ દ્વારા ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
સમગ્ર મામલે બાલાસિનોર રુલર પોલીસ સ્ટેશનના પોલીસ ઇસ્પેક્ટર મુકેશભાઈ ભગોરા દ્વારા પત્રકારો અને આરોગ્ય અધિકારીની બે પોલીસ ફરિયાદ વિવિધ કલમો હેઠળ નોધી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે આરોપી વિજય ગોહિલને ગણતરીની મિનિટોમાં પકડી લીધો છે જ્યારે અન્ય આરોપીઓ ફરાર થતાં ચક્રોગતિમાન કર્યા હતા.
INBOX : હોસ્પિટલમાંથી હજારો રૂપિયાની એલોપેથીક દવાઓ મળી
બાલાસિનોર તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા દરોડા મામલે સોનલ કૃપા હોસ્પિટલમાંથી ફાર્માસિસ્ટ વગર હજારો રૂપિયાની દવાઓ સાથે ઇજિક્સનો મળી આવ્યા હતા જેમાં બાલાસિનોર તાલુકા હેલ્થ ઓફિસરો દ્વારા દવાઓ સીઝ કરવામાં આવી હતી.
INBOX : દેવ ચોકડી પર ગેરકાયદેસર કોમ્પલેક્ષો અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બન્યા
દેવ ચોકડી પર સરકારના બિનખેતીના નિયમોનો ભંગ કરીને અનેક ગેરકાયદેસર કોમ્પલેક્ષો રાજકીય શેહમાં ધમધમી રહ્યા છે. આ ગેરકાયદેસર કોમ્પલેક્ષોમાં બોગસ દવાખાના સહિતની ગેરકાયદે પ્રવુતિઓ થઈ રહી છે તો કેટલાક અસામાજીક તત્વોની દાદાગીરીએ ભયનું સામ્રાજ્ય જમાવ્યું છે. ત્યારે આ વિસ્તારના ગેરકાયદે બાંધકામોની તપાસ થાય અને અસામાજિક પ્રવુત્તિ કરનારા વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.
INBOX : હોસ્પિટલમાં ત્રણ ત્રણ ડોકટરોની ડિગ્રી પણ કમ્પાઉન્ડર ચલાવે છે હોસ્પિટલ
આ બાબતે આ હોસ્પિટલમાં ડૉ ભાવિન પરમાર, ડૉ.મનીષ ગોસાઈ, ડૉ.નરેશ સુતરીયા સહિતના નામો લખવામાં આવ્યા હતા પરંતુ આ હોસ્પિટલમાં માત્ર ધોરણ 12 પાસ રાકેશ રાવળ ચલાવતા હતા.
INBOX : જિલ્લામાં પત્રકારો પર સામૂહિક હુમલાની પ્રથમ ઘટનાને પત્રકાર આલમે વખોડી
વર્ષ ૨૦૧૩માં મહીસાગર જિલ્લાની રચના થયા બાદ ચોથી જાગીર પર સામૂહિક હુમલો થયાની પ્રથમ ઘટના છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં બોગસ હોસ્પિટલ. વિરૂદ્ધ તપાસ કાર્યવાહી કરતા આરોગ્ય વિભાગ ટીમનું મિડિયા કવરેજ કરવા ૬ થી વધુ પત્રકારો પર સામૂહિક હુમલો કરવાના બનાવને સમગ્ર પત્રકાર આલમે વખોડી કાઢી દોષિતો વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.