જેટકોના કર્મચારીઓએ તેમની વર્ષો જૂની પડતર માંગણીઓ અંગે ન્યાયિક નિરાકરણ લાવવામાં જેટકો મેનેજમેન્ટ નિષ્ફ્ળ રહેતા જેટકો માં ફરજ બજાવતા કર્મીઓએ ન છૂટકે જેટકો મેનેજમેન્ટ સામે હડતાળરૂપી રણશિંગુ ફુક્યું હતું જેમાંજેટકોમાં ૬ એન્જિનિયરોના ખોટી રીતે થયેલા પ્રમોશન રદ કરવામાં આવે તેમજ નવા સબ સ્ટેશનો માટે નવી પોસ્ટ ઉભી કરીને ભરતી કરવામાં આવે તેવી માંગણીઓ સાથે જીબીઆ દ્વારા આંદોલન શરૃ કરવામાં આવ્યુ હતું. જેમાં ૨૩ થી ૨૬ જૂન સુધી વર્ક ટુ રૂલ આંદોલન બાદ 27 જૂને જેટકોના 5 હજાર જેટલા એન્જીનીયર્સ માસ સીએલ પર ઉતર્યા હતા અને 28 જૂનથી અચોક્કસ મુદતની હડતાલની જાહેરાત કરી હતી જો કે જીબીઆ કોર કમિટીના સભ્યો અને પ્રમુખ ગોરધન ઝડફિયાએ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સાથે ટેલિફોનિક ચર્ચા કરતા 3 જુલાઈએ ગાંધીનગર ખાતે મિટિંગ યોજવાનો નિર્ણય લેતા છેલ્લી ઘડીએ જેટકોના કર્મીઓએ હડતાલ સમેટવાની જાહેરાત કરી 3 જુલાઈ સુધી અલ્ટીમેટમ આપ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી
શું હતો સમગ્ર મામલો વાંચો…!!
જેટકો મેનેજમેન્ટ કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નિષ્ફ્ળ રહેતા સોમવારે વડોદરામાં જીયુવીએનએલ મેનેજમેન્ટ સાથે જીઇબી એન્જીનીયર્સ એસો.ના હોદ્દેદારો દ્વારા બેઠક અને પ્રશ્નો અંગે મંત્રણા કરવામાં આવશે અને બેઠકમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો મંગળવારે માસ સીએલ અને 28 જૂનથી અચોક્કસ મુદતની હડતાલની ચીમકી જેટકો કર્મીઓએ ઉચ્ચારી હતી જીબીયાનાં કર્મચારી અને અધિકારીઓ દ્વારા બિપરજોય વાવાઝોડાનાં સમયે ઈજનેરો અને કર્મચારીઓ દ્વારા ખુબ જ સારી કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત જામનગર, દ્વારકા, જૂનાગઢ, મોરબી, કચ્છ અને પાલનપુર જિલ્લામાં જેટકો તાબા હેઠળનાં ક્ષતિગ્રસ્ત તમામ સબ સ્ટેશનોને શૂન્ય પાવરમાંથી બહાર કાઢી સબસ્ટેશનનો વીજ પુરવઠો મહદ અંશે પુર્વવત કર્યો હતો.
આજદિન સુધી જીબીયાની લાંબા સમયની ન્યાયિક માગણીઓ મેનેજમેન્ટ દ્વારા સંતોષવામાં આવી નથી. જેનાં કારણે જીબીયા દ્વારા તા.27 જૂન સુધી માસ સીએલ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. તેમ છતાં આ સમયગાળા દરમિયાન મેનેજમેન્ટ દ્વારા કોઈ હકારાત્મક નિર્ણય નહીં લેવામાં આવે તો તા.28થી અચોક્કસ મુદ્દતની હડતાલ પાડવાની ફરજ પડશે. તેમ જેટકોના અરવલ્લીના કર્મીઓએ જણાવ્યું હતું